- સુરતના 9 વર્ષના દક્ષ વૈદ્યે લોકડાઉનનો કર્યો સદુપયોગ
- ગણિતમાં ઈન્ડિયા અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું
- એક દાખલો 1 મિનિટ 45 સેકન્ડમાં સોલ્વ
સુરત: આપદાને અવસરમાં કેવી રીતે બદલાવી શકાય કોઈ સુરતના 9 વર્ષના દક્ષ વૈદ્ય પાસેથી શીખી શકે છે. લોકડાઉનમાં ભલભલા લોકો કામ નહીં હોવાને કારણે ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. સુરતના દક્ષ વૈદ્યે આ સમયગાળામાં તૈયારી કરીને ગણિતમાં સિંગલ ડિજિટ એન્ડ રેપીડ એડિશન સબસ્ટ્રક્શન બાય ચાઈલ્ડની શ્રેણીમાં માત્ર ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ જ નહીં એશિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે.
ઈન્ડિયા અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું
દક્ષે આ અંગે જણાવ્યું હતું કે, જ્યારે મેં લેવલ પૂર્ણ કર્યું ત્યારે લોકડાઉન લાગી ગયું હતું. માર્ચથી પ્રેક્ટિસ શરૂ કરી અને ઓગસ્ટમાં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ સહિત એશિયા બુક ઓફ રેકોર્ડમાં મારો રેકોર્ડ નોંધાયો. મારો એક દાખલો 1 મિનિટ 45 સેકન્ડમાં સોલ્વ થાય છે. લોકડાઉનમાં મારી પાસે ખૂબ સમય હતો જેથી મેં કશું નવું કરવાનો વિચાર્યું અને રેકોર્ડ બનાવ્યો. મારી નાની પિતરાઈ બહેન પાસેથી મને પ્રેરણા મળી હતી.
લોકડાઉનનો આભાર વ્યક્ત કર્યો
લોકડાઉન દરમિયાન વહેલી સવારે જ્યારે હું ઉભો થતો અને ફ્રેશ લાગતું હતું ત્યારે પાંચ દાખલનો એક સેટ પૂર્ણ કરતો હતો. જ્યારે લાગતું હતું કે હવે પ્રેક્ટિસ નહીં થશે તો થોડો વિરામ લઈને ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી દે તો હતો. સાથે લોકડાઉનમાં ઓનલાઈન ક્લાસીસ પણ ચાલતા હતા. જેમાં અમારા ગણિતના શિક્ષક અમને મોટીવેટ કરતા હતા. હવે લોકડાઉનનો આભાર વ્યક્ત કરીશ કારણ કે જે સમયે લોકડાઉન મળ્યું તે દરમિયાન પ્રેક્ટિસ કરતા. સકારાત્મક રીતે રેકોર્ડ પ્રાપ્ત કરી શક્યો.
200ની જગ્યાએ 250 ગ્રોસ સમ ક્રોસ કર્યું
દક્ષની માતા મોના વૈધે જણાવ્યું હતું કે, લોકડાઉનમાં તેમના શિક્ષક દ્વારા દરરોજ એ વર્કશીટ મોકલવામાં આવતી હતી. જે દક્ષ સમયસર પૂર્ણ કરતો હતો. લોકડાઉનના સમયે તેને ખૂબ જ સમય મળી ગયો તેને પોતાની મહેનત આ લોકડાઉન દરમિયાન કરી અને આ જ કારણ છે કે તેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ મેળવ્યો. જ્યારે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં એપ્લિકેશન કરવામાં આવ્યો ત્યારે માત્ર 200 ગ્રોસનું આપ્યું હતું. પરંતુ તેના શિક્ષકે જણાવ્યું કે આ 250 ગ્રોસને પણ ક્રોસ કરી શકે છે. જેથી તે જ સ્થળે અમે વિચાર્યું કે દક્ષ 250માં અટેમ્પ કરે અને દક્ષે અટેમ્પ કરી રેકોર્ડ બનાવ્યું છે.