"મહા "વાવાઝોડાની આગાહીના પગલે સુરતમાં 75 થી 90 કિલો મીટરની ઝડપે પવન ફૂંકાવાની શકયતાના પગલે લોકોને અનિવાર્ય સંજોગોમાં ઘરની બહાર પણ ન નીકળવા સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાનીએ અપીલ કરી છે. લોકોને સલામતી અને સુરક્ષાના ભાગરૂપે સુરત મનપા કમિશ્નરે જાહેર અપીલ કરી છે.
વધુમાં જણાવ્યું હતું કે સાવચેતીના ભાગરૂપે પાલિકા દ્વારા ખાસ કંન્ટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યા છે. જેથી અસ્તગ્રસ્ત લોકો તાત્કાલીક અસરથી મદદ મળી શકે. સાથે તેઓએ જણાવ્યું હતું કે, લોકો વિશાળકાય વૃક્ષો, હોર્ડિંગ્સ સહિત ઊંચા વીજ થાભલાથી દુર રહે. વાવાઝોડાની આગાહીના પગલે સુરત મહાનગરપાલિકાની સાવચેતી અને તકેદારીના ભાગરૂપે શહેરના કુલ આઠ ઝોનમાંથી હોર્ડિંગ્સ કાઢવામાં આવ્યા હતાં. આ ઉપરાંત 100થી વધુ વૃક્ષોના ટ્રીમિંગ કરવામાં આવ્યા હતાં.
આ પણ વાંચોઃ 'મહા' વાવાઝોડાને પગલે સુરત જિલ્લા તંત્ર થયું સજાગ
ભારે પવન સાથે "મહા " વાવાઝોડાની આગાહીના પગલે કોઈ અનિચ્છીય ઘટના ન બને તેને લઈ 150થી વધુ હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે.