સુરત : કાંઠા વિભાગ કોળી સમાજ અને પરિવર્તન ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને જણાવવામાં આવ્યું હતું કે, કાંઠા વિભાગ યુવા કોળી સમાજ અને પરિવર્તન ટ્રસ્ટે સાર્વજનિક રજીસ્ટર થયેલ ટ્રસ્ટ છે.
જિયાવ બુડિયા ગામ ખાતે આવેલી વર્ષો જૂની આ જમીનમાં ગામના કોળી સમાજના ત્રણ લાખથી વધુ લોકો સામાજિક, શૈક્ષણિક, આર્થિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે. જો કે, રાજ્ય સરકાર દ્વારા આ જમીનને નવી કોર્ટ બિલ્ડિંગ બાંધવા માટે ફાળવી દેવામાં આવી છે. જેને લઇ કોળી સમાજના લોકોનું હિત જોખમમાં મુકાયું છે. જેથી કરી જાહેર હિત અને સમાજના લોકોના હિતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર જમીનનો પાંચ હેકટર જેટલો ભાગ ફાળવે તેવી માગ કરવામાં આવી હતી.