સુરત: સુરત જિલ્લાના ઓલપાડ ખાતે એક વધર્મી યુવક પ્રેમ સંબંધ લલચાવી ફોસલાવી એક સગીરાને ભગાડી ગયો હતો. જેને લઇને હિન્દુ સંગઠનના કાર્યકરો પોલીસ મથકે પહોંચ્યા હતા અને વિધર્મી યુવક વિરૂદ્ધ ગુનો દાખલ થાય અને તેઓને ઝડપથી દબોચી લેવામાં આવે તેવી માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. પોલીસે કાર્યવાહી કરીને યુવકને ઝડપી પાડ્યો હતો.
સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવક ઝડપાયો: ઓલપાડ પોલીસે વિધર્મી યુવક વિરૂદ્ધ પોસ્કો દાખલ કર્યો હતો અને વિધર્મી યુવકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગણતરીની કલાકોમાં સગીરાની ભાળ મેળવી હતી અને ચાર દિવસ બાદ પોલીસ વિધર્મી યુવકના કોલર સુધી પહોંચી હતી અને તેઓને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બે જૂથ વચ્ચે પથ્થરમારો: ઓલપાડ તાલુકામાં હિન્દુ યુવતીઓને વિધર્મી યુવકો પ્રેમ સંબંધમાં ભગાડી જવાની એક મહિનામાં બે ઘટનાઓ બનતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ઘટનાને ચાર દિવસ વીત્યા છતાં વિધર્મી યુવક પોલીસ પકડથી દૂર રહેતા કેટલાક અસમાજિક તત્વોએ પોલીસની કામગીરી પર શંકા કરી હતી અને કાયદો હાથમાં લીધો હતો. અસમાજિક તત્વોનું ટોળું વિધર્મી યુવકના ઘરે પહોંચી જતા બન્ને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો.
પોલીસ તંત્રની કાર્યવાહી: ઘટનાની જાણ પોલીસને થતા સુરત જિલ્લા SP સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ટોળાને વિખેર્યું હતું. ઓલપાડના કાયદો અને વ્યવસ્થા ખોરવાતા લોકોના એક ભયનો માહોલ ઉભો થયો હતો. ત્રણ દિવસથી ઓલપાડમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો Surat crime news: સોનાની દાણચોરીનો પર્દાફાશ, 7.158 કરોડના સોના સાથે 4 શખ્સ ઝડપાયા
પોલીસે 250ના ટોળા સામે ગુનો નોંધ્યો: આ સમગ્ર મામલે સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરએ જણાવ્યું હતું કે બનેલી ઘટનાને લઈને પોલીસે 250ના ટોળા સામે ગુનો નોંધ્યો છે. ગુનામાં સંડોવાયેલા લોકોને ઝડપી લેવામાં આવી રહ્યા છે. સગીર દીકરીને ભગાડી જનાર આરોપીને પણ ઝડપી કરવામાં આવ્યો છે. ખોટી અફવાઓથી લોકો દૂર રહે અને બન્ને સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક પણ યોજવામાં આવી હતી.