ETV Bharat / state

છેડતી કરી તો આવી બન્યું! અમદાવાદ, સુરત સહિત રાજ્યભરમાં પોલીસ સજ્જ, શી ટીમ સાથે નાઈટ પેટ્રોલિંગ - NEW YEAR CELEBRATION

31stની ઉજવણી સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજ્યભરમાં પોલીસની વિવિધ ટીમો નાઈટ પેટ્રોલિંગ કરશે.

રાજ્યભરમાં 31st પહેલા પોલીસ સજ્જ
રાજ્યભરમાં 31st પહેલા પોલીસ સજ્જ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 31, 2024, 8:22 PM IST

અમદાવાદ: 31 ડિસેમ્બરને લઈને યુવાનોની અંદર જેવી રીતે પાર્ટીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. મોડી રાત્રિ સુધી નવા વર્ષનું સ્વાગત કરવા માટે લોકો નાઈટ પાર્ટી કરતા હોય છે. ત્યારે કેટલાક અસામાજિક તત્વો પણ કેફી પીણા પીને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે આ સમયે કોઈ પણ અનઇચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી રાખીને અમદાવાદ, સુરત તથા સુરેન્દ્રનગરમાં પોલીસ સવારથી જ સક્રિય છે.

અમદાવાદ શહેરમાં વિવિધ સ્થળો પર ન્યૂયર વેલકમ પાર્ટીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાતા હોય છે. ત્યારે કેટલીક વખત એવા બનાવો પણ બનતા હોય છે કે કેફી પીણા પીને અસામાજિક તત્વો શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે શહેરની શાંતિ અને સલામતી માટે અમદાવાદ પોલીસ ખડે પગે જોવા મળી રહી છે. ઈસ્ટ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ. આર. પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ શહેરના અલગ અલગ 48 જેટલા પોલીસ સ્ટેશનમાંથી મહિલા પોલીસની શી ટીમો શહેરના વિવિધ વિસ્તારોમાં નાઈટ પેટ્રોલિંગમાં જોડાશે. કોઈપણ પ્રકારની હાલાકી મહિલાઓને ન પડે તેની પૂરતી કાળજી લેવામાં આવશે.

અમદાવાદ પોલીસની 31stને લઈને તૈયારી (ETV Bharat Gujarat)

યુવતીઓની છેડતી કરી તો મર્યા સમજો
વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જો કોઈ પણ વ્યક્તિ આવી રીતે પકડાશે કે કોઈ મહિલાની છેડતી કરશે તો કાયદેસરના કાયદાકીય પગલા લેવાની તકેદારી પણ અમે રાખી છે. પોલીસ દ્વારા શહેરના સિંધુભવન રોડ, સીજી રોડ, એસજી હાઇવે સહિત અલગ-અલગ વિસ્તારોમાં કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ન્યૂયર પાર્ટી માટે ભેગા થતા હોય છે તેવા સ્થળોએ પેટ્રોલિંગ કરાશે.

સુરતમાં 5500 પોલીસ, હોમગાર્ડ જવાનો ખડેપગ
સુરતમાં આજરોજ થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ પાર્ટી રસિયાઓ, શહેરીજનો, શોખીન સુરતીલાલાઓમાં અનેરો થનગનાટ જોવા મળશે. થર્ટી ફર્સ્ટને પગલે પાર્ટી રસિયાઓ ગેલમાં આવી ગયા છે. થર્ટી ફર્સ્ટને લઇ શહેરની અનેક હોટેલ, રેસ્ટોરાં અને મોલમાં ખાસ ડિસ્કાઉન્ટ ઓફર રજૂ કરવામાં આવી છે. જ્યારે રેસ્ટોરાંમાં સ્પેશિયલ લંચ અને ડીનરના આયોજનો થયા છે. આ સિવાય પીપલોદ, પાલ-ગૌરવપથ રોડ, ડુમસ રોડ પર સેલિબ્રેશનનો નજારો જોવા આખું શહેર ઉમટી પડશે.

સુરતમાં પણ પોલીસ કરશે પેટ્રોલિંગ (ETV Bharat Gujarat)

જેને લઈને ત્યારે થર્ટી ફર્સ્ટ સેલિબ્રેશન સાથે જ રસિયાઓ રંગમાં આવી જતાં હોય ઉજવણીમાં કોઇ ભંગ નહીં પડે તે માટે પોલીસતંત્ર સતર્ક થઇ ગયું છે. શહેરમાં પાછલા ત્રણ દિવસથી રાત્રિએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. થર્ટી -ફર્સ્ટની રાત્રીએ વધુ કડકાઇ અપનાવવામાં આવશે અને મંગળવારે સાંજથી શહેરના વિવિધ માર્ગો પર તપાસનો દોર જોવા મળશે. 5500 પોલીસ, હોમગાર્ડ, ટીઆરબીના જવાનો તથા 4 SRP ની ટુકડી બોડીવોર્ન કેમેરા, બ્રેથ એનેલાઇઝર, ડ્રગ્સ ડિટેક્શન કિટ સાથે વિવિધ પોઇન્ટ પર તૈનાત રહેશે. ડ્રોન કેમેરાથી પણ ઠેરઠેર સર્વેલન્સ કરવામાં આવશે.

સુરેન્દ્રનગરમાં પોલીસની કેવી તૈયારી?
થર્ટી ફસ્ટનાં રાત્રિના નવા વર્ષની ઉજવણી દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે સુરેન્દ્રનગર જીલ્લામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ બંદોબસ્ત દરમિયાન જીલ્લામાં SP-1, DYSP-1, PI-15, PSI-36, POLICE-600 તથા HG/GRD-350 નો બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે.

જિલ્લાની કુલ-૧૩ ચેક પોસ્ટ તૈયાર કરવામાં આવી
શહેર વિસ્તારના એન્ટ્રી/એકઝીટ તથા અન્ય મહત્વના કુલ-28 સ્થળો ખાતે વાહન ચેકીંગ પોઇન્ટ ગોઠવામાં આવ્યો છે. ચેક પોસ્ટ તથા વાહન ચેકીંગ પોઇન્ટ ખાતે બ્રેથ એનેલાયઝર સાથે પોલીસ હાજર રહેશે અને તમામ શંકાસ્પદ ઇસમોને બ્રેથ એનેલાઇઝરથી ચેક કરવામાં આવશે. હોટલો, ફાર્મ હાઉસ, કલબો, પ્રાઈવેટ પાર્ટી પ્લોટ વિગેરે સ્થળ ખાતે ચેકીંગ કરવામાં આવશે. અને ગેરકાયદેસર પ્રવૃતિ જણાય આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મહિલા પોલીસની ટીમ તથા She Team પેટ્રોલિંગમાં વ્યવસ્થા સંભાળશે. તેમજ બંદોબસ્તમાં રહેલ પોલીસ અધિકારી/કર્મચારીઓ બોડી વોર્ન કેમેરા સાથે ફરજ બજાવતા જોવા મળશે.

  1. સફેદ લાઈન પર ચાલીને બતાવો: વડોદરામાં પીધેલા નબીરાઓને પકડવા પોલીસનો નવો કીમિયો, જુઓ VIDEO
  2. નવા વર્ષને આવકારવા દીવમાં પ્રવાસીઓ ઉમટ્યા, હોટલો હાઉસફુલ, બીચ પર ભારે ભીડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.