સુરત: શહેરના વરાછા વિસ્તારમાં બે દિવસ પહેલા અંદર ગ્રાઉન્ડ મેટ્રોની કામગીરી ચાલી રહી હતી. એ સમયે સોસાયટીઓમાં એકાએક કાદવનો જ્વાળામુખી ફાટ્યો હતો. જેને લઈને તંત્ર દોડતું થઈ ગયું હતું. કામગીરી હજી સુધી ચાલી જ રહી છે. એવામાં ફરી ગુરૂવારે કાદવનો કચર બહાર આવતા સોસાયટી કિચડના પટાંગણમાં ફેરવાઈ ગઈ હતી.
કાદવનો જ્વાળામુખી: સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ વિઠ્ઠલનગર સોસાયટીના અંડર ગ્રાઉન્ડમાં મેટ્રો માટે ટનલ બોરિંગ મશીનથી કામ ચાલતું હતું. વર્ષો જૂની લાઇનનો બોર તૂટી જતા સોસાયટીઓમાં એકાએક કાદવનો જ્વાળામુખી ફાટ્યો હતો. સોસાયટીઓના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના સામે આવતા જ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મેટ્રોની ટીમ દોડતી થઈ ગઈ હતી.
ઘર લોક કરાયાઃ આવી સ્થિતિ સામે આવતા કેટલાક ઘરને સીલ મારી તંત્ર દ્વારા તે ઘરની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે ફરીથી કાદવનું જ્વાળામુખી બહાર આવ્યું હતું. જેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે મેટ્રો અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે કે, ફરી પાછી શા માટે આ કાદવ ઉપર આવી રહ્યો છે. જોકે, આવી સ્થિતિ ઊભી થવાને કારણે સોસાયટીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો Surat News : કોરોના, લમ્પી અને હવે અશ્વમાં ગ્લેંડર નામનો રોગ, 6 અશ્વોને દયા મૃત્યુ આપ્યા
પુષ્કળ પ્રમાણમાં કાદવ: 40 થી 50 લોકો આ ઘટનાથી હેરાન પરેશાન થયા છે. ઉલ્લેખની છે કે, સોસાયટીના બે મકાનોમાંથી પુષ્કળ પ્રમાણમાં કાદવ કિચડ બહાર આવી રોડ ઉપર આવી ગયું હતું. લોકોના ઘરના પાણીના નળમાંથી પણ પાણીની જગ્યાએ કાદવ નીકળી રહ્યું છે. જોકે આશરે 40 થી 50 લોકો આ ઘટનાથી હેરાન પરેશાન થયા છે. તે પરિવારને હાલ અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે. એક ઘરનું કામકાજ ચાલી રહ્યું હતું. ફરીથી કાદવ બહાર આવી ગયો હતો.
ભયભીત થયા: સોસાયટીના લોકો ફરી પછા ભયભીત થયા હતા. સોસાયટીમાં રહેવું કે નહીં રહેવું તે મુશ્કેલ પડી રહ્યું છે. આ મામલે સોસાયટીમાં રહેતા કનૈયાલાલએ જણાવ્યું હતું કે, બે દિવસ પેહલા જે સ્થિતિ થઈ હતી તે સ્થિતિ ફરીથી થવાની હતી. પરંતુ આજે કામકાજ ચાલી રહેલા ઘરમાંથી અચાનક જ કાદવ બહાર આવતા કામકાજ કરનારા કામદારો પણ બહાર આવી ગયા હતા. જોકે થોડા સમયબાદ કાદવ ત્યાંજ રોકાઈ ગયો હતો. સોસાયટીમાં રહેવું કે નહીં રહેવું તે મુશ્કેલ પડી રહ્યું છે. હું એકલો જ નહિ પરંતુ સોસાયટીના તમામ લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે.