ETV Bharat / state

Surat News: એરપોર્ટ, બુલેટ ટ્રેન અને પોર્ટ્સના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગને ખૂબ જ ફાયદો : ઉડ્ડયન પ્રધાન જયંત સિંહા - અમૃતકાલનો બજેટ

કેન્દ્ર સરકાર દ્વારા દેશનું બજેટ 2023 જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આ બજેટમાં ટેક્સટાઇલ માર્કેટને લઈને કોઈ બજેટ બહાર પાડવામાં આવ્યું નથી. જેને લઈને નાણા તેમજ ઉડ્ડયન રાજ્યપ્રધાન જયંત સિંહાએ સુરત ભાજપ કાર્યાલય ખાતે સુરત ટેક્સટાઇલને લઈને નિવેદન આવ્યું હતું.

એરપોર્ટ
એરપોર્ટ
author img

By

Published : Feb 5, 2023, 5:45 PM IST

એરપોર્ટ, બુલેટ ટ્રેન અને પોર્ટ્સના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગને ખૂબ જ ફાયદો - જયંત સિંહા

સુરત: 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકાર દ્વારા દેશનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાને આ બજેટને અમૃતકાલનું બજેટ જાહેર કર્યું છે. આ બજેટના આધારે જ આગળના 25 વર્ષ સુધી કામો ચાલશે. આ બજેટનું દેશના બધા જ લોકો પ્રશંસા કરી રહ્યા છે. ત્યારે આ બજેટમાં ટેક્સટાઇલ માર્કેટને લઈને કોઈ બજેટ બહાર પાડવામાં આવ્યું નથી. જેને લઈને નાણા તેમજ ઉડ્ડયન રાજ્યપ્રધાન જયંત સિંહાએ નિવેદન આપ્યું હતું.

વિશ્વમાં ટ્રાન્સપોર્ટમાં ખૂબ જ મુશ્કેલીઓ: રાજ્યપ્રધાન જયંત સિંહાએ જણાવ્યું હતું કે, આ બજેટને સમજવા માટે વિશ્વમાં ચાલી રહેલા પરિસ્થિતિને સમજવી પડશે. આખા વિશ્વમાં આજે આપણે કોરોના જેવી મહામારીને માત આપી આગળ વધી રહ્યા છીએ. કેટલાક દેશો એવા છે જ્યાં આજે પણ આ પસ્થિતિ ખૂબ જ ગંભીર છે. ચીનમાં હાલ થોડા દિવસો પેહલા જ લોકડાઉનને હટાવાયું છે. જેને કારણે આખા વિશ્વમાં ટ્રાન્સપોર્ટમાં ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી હતી.

આ પણ વાંચો: Budget 2023 : ટેક્સટાઇલ ઉદ્યોગને કેન્દ્રીય બજેટમાં મોટી જાહેરાતો વગર નિરાશા સાંપડી

યુદ્ધના કારણે કાચા તેલના ભાવમાં વધારો: બીજી વસ્તુ કે આપણે સૌ જાણીએ છીએ કે યુરોપમાં મોટુ યુદ્ધ ચાલી રહ્યું છે. અને આ યુદ્ધના કારણે કાચા તેલના ભાવમાં ખૂબ જ વધારો થયો છે. જેને કારણે વિશ્વના બેંકો દ્વારા પોતાના વ્યાજમાં વધારો કરવામાં આવ્યો છે. તો આવી પસ્થિતિઓમાં બજેટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત ટેક્સટાઇલ ક્ષેત્ર ખૂબ જ સરસ રીતે કાર્ય કરી રહ્યું છે. અને જે રીતે ડાયમંડમાં સુરત વિશ્વમાં પહેલા ક્રમે છે તે જ રીતે ટેક્સટાઇલ પણ વિશ્વમાં પહેલા ક્રમે છે. ટેક્સટાઇલ પોલિસીને મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે છે. જેથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ માટે જરૂરી માંગોને અમે લોકો પૂરું પાડીશું તેવો પ્રયાસ છે. આ વખતના બજેટમાં પણ એમેસેમી, ઇન્ફાસ્ટ્રક્ચરને ખૂબ જ મહત્વ આપવામાં આવી રહી છેજેમાં એરપોર્ટ, બુલેટ ટ્રેન અને પોર્ટ્સના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગને ખૂબ જ ફાયદો મળી રહેશે.

આ પણ વાંચો: હર્ષ સંઘવીએ ટેક્સટાઇલ માર્કેટ નવા પોલીસ સ્ટેશન વિશે શું કહ્યું

ઇનપુટ ડ્યુટીમાં ઘટાડો: વધુમાં જણાવ્યું કે આ બજેટમાં સુરત માટે લેબ્રોન ડાયમંડ એ વિશ્વનું કેન્દ્ર બિંદુ સુરત છે. તેની માટે આઇઆઈટી માટે રિસર્ચ ડેવલપમેન્ટ માટે ગ્રાન્ટ આપવા માં આવશે. અમારો પ્રયાસ છે કે તે ગાંધીનગર ખાતે બનાવામાં આવે. તે ઉપરાંત લેબ્રોન ડાયમંડ માટેનું જે સીઝ હોય છે તેની ઇનપુટ ડ્યુટી જે 5 ટકાથી 0 ટકા કરી નાખવામાં આવ્યું છે. આ આ નિર્ણય સુરત માટે ખૂબ જ લાભદાયક છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.