ETV Bharat / state

Ashandhara Demand : અશાંતધારા બાબતે સુરત કલેકટરને રજૂઆત, અશાંતધારા હેઠળ તબદિલી મામલે માગણી

સુરત શહેરમાં આજે રાંદેર અને ગોપીપુરા વિસ્તારના લોકો દ્વારા અશાંતધારા બાબતે કલેકટરને રજૂઆત (Memorandum to surat collector) કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવાયું હતું કે અશાંતધારા હેઠળ તબદિલીની રજૂઆત (Ashandhara Demand ) આવે તો પહેલા સ્થાનિકોની રજૂઆત ધ્યાને લેવામાં આવે.

Ashandhara Demand : અશાંતધારા બાબતે સુરત કલેકટરને રજૂઆત, અશાંતધારા હેઠળ તબદિલી મામલે માગણી
Ashandhara Demand : અશાંતધારા બાબતે સુરત કલેકટરને રજૂઆત, અશાંતધારા હેઠળ તબદિલી મામલે માગણી
author img

By

Published : Feb 7, 2023, 1:57 PM IST

રાંદેર અને ગોપીપુરા વિસ્તારમાં અશાંતધારા તબદિલીનો પ્રશ્ન

સુરત : સુરત શહેરમાં આજે કચેરી ખાતે રાંદેર અને ગોપીપુરા વિસ્તારના લોકો અશાંતધારા અમલ બાબતે એકઠાં થયાં હતાં. તેઓએ કલેકટરને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. અશાંતધારા હેઠળ તબદીલીની રજૂઆત આવે તો પહેલા સ્થાનિકોની રજૂઆત ધ્યાને લેવામાં આવે તેવી પણ માગણી કરાઇ હતી.

જોગવાઈથી વિપરીત હુકમો : તે ઉપરાંત આવેદનપત્રમાં જણાવાયું કે વિસ્તારમાં અશાંતધારાની કલમ 5-ક-3-iv-v ની જોગવાઈથી વિપરીત હુકમો અપાઈ રહ્યાં છે. જે બાબતે તત્કાલિત ધોરણે આ પ્રકારનાં કેસોના અરજીની સુનાવણી પહેલા રાજ્ય સરકાર પાસેથી વિશેષ મંજૂરીઓ મેળવી ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે. ત્યાર બાદ સદર કાયદાઓની જોગવાઈ મુજબ જ તબદિલી હુકમ કરવા બાબતે અરજ છે.

આ પણ વાંચો ભાવનગરમાં હિન્દુ સંગઠનોએ અશાંતધારો લાગુ કરવા ઉઠાવી બાંયો, CMના આગમન પહેલા આપ્યું આવેદન

કાયદાને ખૂબ જ મજબૂત બનાવવા માગણી : એવી પણ માગણી કરાઇ કે અશાંતધારા કાયદાને ખૂબ જ મજબૂત બનાવવામાં આવે. જેથી કરીને આવી તબદિલીઓ થાય તો ઉપર રોક લગાવી શકાય છે. આ બાબતે રાંદેર ગોરાટ વિસ્તારની ધનલક્ષ્મી સોસાયટીના પ્રમુખ દીપેશભાઈ શાહ જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા અશાંતધારા માટે જે કાયદાની જોગવાઈ કરવામાં આવી છે તેમાં કોઈ પણ જગ્યાએ એક નાનકડું છીંડુ રહી ગયું છે. જેને કારણે તબદિલી અરજોનું આજે ભારણ વધી ગયું છે. કોર્ટમાં સતત તબદિલી અરજો આવે છે અને સરળતાથી થઈ જાય છે. એવું નાનકડું છિદ્ર રહી ગયું છે. તો સરકારને વિનંતી છે કે આ કાયદાને ખૂબ જ મજબૂત બનાવવામાં આવે જેથી કરીને આવી તબદિલીઓ થાય તો ઉપર રોક લગાવી શકાય છે.

આખે આખી સોસાયટીમાં તબદિલીઓ : અશાંતધારા વિસ્તારોમાંથી આખે આખી સોસાયટીમાં તબદિલીઓમાં આવી રહી છે. વધુમાં જણાવ્યું કે, આજની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે, સુરત શહેરના અશાંતધારા વિસ્તારોમાંથી આખામાં આખી સોસાયટીમાં તબદિલીઓમાં આવી રહી છે. તો આ લોકોને કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો. આની માટે જો કાયદો બનાવવામાં આવ્યો છે તો તેનો અમલ પણ કરવામાં આવે. કોઓપરેટિવ સોસાયટી એનઓસી અંદર હોતી નથી.

એનઓસી લેવી જરૂરી વધુમાં જણાવ્યું હતું કે જે પણ કોઓપરેટિવ સોસાયટીના ઘર વેચવામાં આવે તો ફરજિયાતપણે તેની એનઓસી લેવી જરૂરી છે. હવે કોઓપરેટિવ સોસાયટીની અંદર પણ આ જ વસ્તુઓ થઈ રહી છે. અહીં સુરત કલેકટર ઓફિસના વિભાગોમાં તબદિલીઓ અરજો આવે છે. ત્યારે કોઓપરેટિવ સોસાયટી એનઓસી અંદર હોતી નથી અને એનઓસી ન હોય તો તે તાત્કાલિક રિજેક્ટ થઈ જવી જોઈએ.

આ પણ વાંચો ગુજરાતમાં અશાંત ધારો શા માટે ? તેનાથી શું થશે ફાયદો ?

ટ્રાન્સફરની અરજીઓનું ખૂબ મોટું પ્રમાણ : આ લોકોનું જણાવવું એ પણ હતું કે આજે ટ્રાન્સફરની અરજીઓનું ભારણ વધી ગયું છે. તેથી સરકારને વિનંતી છે કે આ કાયદો ખૂબ જ મજબૂત બનાવે જેથી જો આવી બદલીઓ થાય તો તેને અટકાવી શકાય. મુશ્કેલીગ્રસ્ત વિસ્તારોમાંથી સમગ્ર સોસાયટીમાં ટ્રાન્સફર આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું આજે સ્થિતિ એવી બની છે કે સુરત શહેરના અશાંત વિસ્તારોથી માંડીને સમગ્ર સમાજમાં કાયાપલટ થઈ રહી છે. તેથી જ આ લોકોને કાયદાનો ડર નથી. આ માટે કાયદો બને તો તેનો અમલ થવો જોઈએ, એવું નથી. આ સિવાય જો સહકારી મંડળીનું મકાન વેચાય તો તેની એનઓસી લેવી ફરજિયાત છે. હવે આવી બાબતો સહકારી મંડળીની અંદર પણ બની રહી છે. અહીં સુરત કલેક્ટરના વિભાગોમાં ટ્રાન્સફર માટેની અરજીઓ આવે છે ત્યારે સહકારી મંડળીની કચેરીમાં એનઓસી હોતી નથી. અને જો એનઓસી ન હોય તો તેને તાત્કાલિક નકારી કાઢવી જોઈએ. તેથી આવા તમામ કારણોસર કેસ વધી રહ્યા છે. તેનાથી કોર્ટનું ભારણ વધે છે અને કોર્ટનો સમય પણ બગડે છે સાથે લોકોનો સમય પણ વેડફાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.