સુરત: સુરત નવી સિવિલ હોસ્પિટલની પ્રશંસનીય કામગીરી સામે આવી છે નેત્રંગથી ગંભીર હાલતમાં લવાયેલી પ્રસૂતાને 7 દિવસની સતત સારવાર આપી કોમામાંથી બહાર લાવામાં આવી છે. 15 ડોકટરોની ટીમ સતત 7 દિવસ સુધી સારવાર કરી મહિલા દર્દીને મોતના મુહમાંથી બહાર કાઢ્યું છે. પ્રસૂતાને 7 દિવસ સુધી ICU માં રાખી ગાયનેક તબીબોએ બ્લડ-વેન્ટિલેટર સ્પોટ સાથે મોનીટરીંગ કરી જીવ બચાવ્યો.
'મારી દીકરીની પ્રસુતિ થઈ હતી અને ત્યારબાદ તેને ગંભીર હાલતમાં સુરત નવી સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા. અહીં ડૉક્ટર કેદારે તેમની ટીમ સાથે મારી દીકરીને બચાવી છે તે બદલ હું તેમનો આભાર માનું છું. અહીં મારો એક પણ રૂપિયો ખર્ચ કરવામાં આવ્યું નથી. જેથી હું સરકારનો પણ ખુંબ આભાર માનું છું. મારી દીકરીનું હાર્ટ પણ બંધ થઇ ગયું હતું તો તેની માટે પણ મશીન ચલાવવામાં આવી હતી' -રોશનીના પિતા
લોહી વધુ વહી જતા તેમની સ્થિતિ ખૂબ જ ગંભીર બની: આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડો.કેદાર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા ઝઘડિયા ખાતે આવેલ હેલ્થ સેન્ટરમાં રોશની વસાવાને પ્રસુતિ અર્થે દાખલ કરવામાં આવી હતી ત્યાં તે નોર્મલ ડિલિવરી થઈ હતી. ડીલેવરી દરમિયાન તેની હાલત ખૂબજ ગંભીર થઈ જતા વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમનું લોહી વધુ વહી જતા તેમની સ્થિતિ ખૂબજ ગંભીર બની ગઈ હતી. જેને કારણે તેમને હૃદયને ધબકારા પણ અપડાઉન થતા હતા અને આવી સ્થિતિમાં તેઓ કોમામાં જતા રહ્યા હતા.
First time in medical history: ડોકટરોએ બાળકનું ઓપરેશન કર્યું, જે હજુ સુધી જન્મ્યું નથી
7 દિવસમાં 15 બ્લડની બોટલો ચડાવવામાં આવી: વધુમાં જણાવ્યું હતું કે, તેમને કોમામાંથી બહાર કાઢવા માટે અમારી આખી ટીમ તેમના સારવાર પાછળ લાગી હતી. તેમને 7 દિવસમાં 15 બ્લડની બોટલો ચડાવામા આવ્યા હતા. આજે તેઓની હાલતમાં સુધારા આવતા તેઓ હોશમાં આવ્યા હતા. હાલ રોશની બેનની હાલતમાં સુધાર થતા આઇસીયુમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. અમારી માટે આ સૌથી મોટું ચેલેન્જ હતું.