નવરાત્રીમાં બનેલી આ જોડી ગુજરાતમાં માસ્ટર કપલ તરીકે ઓળખાય છે. સુરતના ગ્રીષ્મા અને રાહુલ માસ્ટર કપલની આવે તો, તેમની લવસ્ટોરી કોઈ બોલિવૂડ ફિલ્મની પ્રેમ કહાનીથી ઓછી ઊતરથી નથી. 23 વર્ષ પહેલા ગ્રીષ્મા એક ગરબા ક્લાસમાં ટ્રેનિંગ માટે જતી હતી,ત્યાં તેણીને ગરબા સરના ગરબા એટલી હદે પસંદ આવી ગયા કે, નવરાત્રીના અંત સુધીમાં રાહુલને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરી દીધી અને બંને લગ્ન ગ્રંથીથી જોડાઈ ગયા.
તે દિવસથી આજ સુધી તેમના માટે નવરાત્રી ખૂબ જ ખાસ છે. આ કપલ 1 મહિના પહેલાથી નવરાત્રીની તૈયારીમાં લાગી જાય છે. લગ્નને આયલો સમય વિતવા છતાં, પણ આજે તેઓ એકબીજા માટે નવરાત્રિમાં વસ્ત્રો અને દાગીનાઓ પસંદ કરે છે. એટલુ જ નહી, પણ આ બંને નવરાત્રીના આયોજનમાં ગરબા રમવા જાય ત્યારે લોકોને ખબર પડી જાય છે કે, આ વખતે પણ દર વર્ષની જેમ આ બંને બેસ્ટ કપલનો એવોર્ડ જીતશે. આ કપલે આજ સુધીમાં રાજ્યકક્ષાથી લઈને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે ગરબા રમીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
ગુજરાતીઓ માટે નવરાત્રી ભક્તિ અને ઉત્સાહનો લોકપ્રિય પર્વ છે. જેની રાહ લોકો વરસ સુધી જોવા છે. ત્યારે ગ્રીષ્મા અને રાહુલના નવરાત્રીમાં મળ્યા અને સતત 23 વર્ષથી તેઓની નવરાત્રીના પ્રેમમાં સતત વધારો થઈ રહ્યો છે.