- માંડવી વન વિભાગે સાગી લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો
- પોલીસે 1.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
- બે આરોપીની કરી અટકાયત
સુરતઃ જિલ્લાના વાંકલ ગામમાં ચોરીના લાકડા ખાલી કરી આવી રહેલા ટેમ્પો ચાલક વિશે માંડવી વન વિભાગને બાતમી મળી હતી, જેને લઈ વન વિભાગનો સ્ટાફે વોચ ગોઠવી હતી, ત્યારે આંબાપારડી થઈ વાંકાલ જતા માર્ગપર ટેમ્પો આવતા એને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટેમ્પો ચાલકને અંદાજ આવી જતા ટેમ્પો પુર ઝડપે હાંકરીઓ હતો. પોલીસે એનો પીછો કરતા ટીટોય ચોકડી પાસેથી ચાલક અને ક્લીનરને ઝપડી પાડ્યા હતા. પોલીસે 1.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે અને વન વિભાગે વધુ તપાસ હાથ ધરી
પોલીસે ટેમ્પો ચાલક નરેશ રામજી વસાવા અને ક્લીનર અનિલ રમેશ વસાવાને ઝડપી પુછપરછ કરતા બંનેએ કબૂલાત કરી હતી કે, તેઓ વાંકલ ખાતે બળવંત સુખલાલ વાસવાને ઘરે ઉપરના ભાગમાં લાકડા મુકીને આવ્યાં છે. વન વિભાગે માંડવી પોલીસ સાથે વાંકલ પોંહચી તપાસ કરતા 1.12 લાખના સાગી લાકડા મળી આવ્યાં હતા. પોલીસે 50 હજારનો ટેમ્પો અને 1.20 લાખના લાકડા મળી કુલ 1.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીની અટકાયત કરી છે. પોલીસે અને વન વિભાગે હાલ વધુ તપાસ હાથ ધરી છે.