સુરતના સિટીલાઈટ વિસ્તારમાં જીમ ટ્રેનર તરીકે ફરજ બજાવતી માનસી ભલભલા પુરુષોને પાવરલિફ્ટીંગ, બેન્ચપ્રેસ અને ડેડલિફ્ટ ટ્રેનિંગ આપી રહીછે. એક મહિલા પાસેથી પુરુષો કેવી રીતે ફિટ રહી શકે તેની ટ્રેનિં પોતાનીહિંમત, આગ લઈ રહ્યાં છે અને માત્ર એટલું જ નહીં માનસીએ સમાજના કેટલાક ભ્રમોને પણ દૂર કર્યા છે.વડત અને કાબેલિયતને કોર્પોરેટજગત અથવા તો ફેશન અને મોડેલિંગ સુધી સીમિત કરી દેતી યુવતીઓ બીજું પણ ઘણુ કરી શકે છે. યુવતીઓ પાવરલિફ્ટીંગ ક્ષેત્રમાં પણ આગળ વધી શકે છે એ વાતને સાકાર કરનાર સુરતની માનસી ઘોષે અથાગ મહેનતથી પોતાની અલગ ઓળખ બનાવી છે. સુરતમાં જીમ ટ્રેનર અને ઝુમ્બા ઈન્સ્ટ્રક્ટર તરીકે કામ કરતી માનસી ઘોષ મૂળ કોલકત્તાની છે. છેલ્લા ઘણા સમયથી તે બોડી બિલ્ડીંગ અને પાવર લિફ્ટીંગ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહી છે. એક પછી એક તેને મોટાભાગની સ્પર્ધાઓમાં સફળતા મળતી આવી છે. હવે તેણે ગુજરાતની રાજ્યકક્ષાની સ્પર્ધામાં પોતાના નામનો ડંકો વગાડ્યો છે.
રો પાવરલિફ્ટીંગ એસોસિયેશન-ગુજરાત દ્વારા સુરત ખાતે આયોજીત ચેમ્પિયનશીપમાં મહિલા અને પુરુષો મળીને 400થી વધુ લોકોએ ભાગ લીધો હતો. અલગ અલગ વજનની કેટગરીમાં 70 યુવતીઓએ ભાગ લીધો હતો. જેમાં 50-60ની કેટગરીમાં 10 છોકરીઓ વચ્ચે હરીફાઈ થઈ હતી. જેમાં પાવરલિફ્ટીંગ, બેન્ચપ્રેસ અને ડેડલિફ્ટમાં માનસીએ બીજા સ્પર્ધકોને પાછળ છોડીનેપ્રથમ નંબર મેળવ્યો હતો. આ સ્પર્ધામાં માનસીને પ્રમાણપત્ર અને ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આ પહેલા પણ માનસીએ ત્રણ વખત ગુજરાત સ્ટેટ પાવરલિફ્ટીંગ ચેમ્પિયનશીપ, સાઉથ ગુજરાત બેન્ચપ્રેસ સ્પર્ધામાં એક વાર સ્ટ્રોંગેસ્ટ વુમનનું ટાઈટલ અને એક વાર ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેમજ બે વખત તે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ ચુકી છે.
માનસીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા મહિનાઓથી તેણે જીમમાં રોજ કલાકો સુધી કસરત અને નિયમીત ડાયટ પ્લાનથી પોતાનું શરીર જીત મેળવવા માટે સક્ષમ બનાવ્યું છે.પોતાની સફળતાનો મંત્ર શેર કરતા તેણે જણાવ્યું હતું કે, સતત પ્રયત્ન અને પોતાની જાત ઉપરના વિશ્વાસથી સફળતા મેળવી શકાય છે. તેણે અન્ય મહિલાઓને એવો સંદેશ આપ્યો કે, મહિલાઓ આવી કોઈ સ્પર્ધામાં ભાગ લે એવુ જરૂરી નથી પણ તેમણે હંમેશા ફીટ રહેવું જોઈએ એ ખૂબ જ જરૂરી છે. આ જ સ્પર્ધામાં અન્ડર 82 કિલો વેઈટ કેટેગરીમાં 40 વર્ષના શિખાબેન ચીરાનિયાએ સિલ્વર મેડલ મેળવ્યો છે. એમની પાસેથી પ્રેરણા મેળવવા જેવી છે. સફળતા માટે પોતાની મહેનતની સાથે તેમના કોચ અજીતસિંઘ અને સુજીતસિંઘની મહેનત અને માર્ગદર્શન તેમજ પરિવારનો સપોર્ટ કારણભૂત હોવાનું માનસીએ જણાવ્યું હતું.