ETV Bharat / state

Makar sankranti 2023: બે દિવસમાં સુરતીઓ કરોડો રૂપિયાનું ઊંધીયું ઝાપટી જશે - સુરતી ઊંધિયા

ઉતરાયણ પર્વ પર સુરતીઓ સુરતી ઊંધિયાની ધૂમ ખરીદી કરી રહ્યા છે. માત્ર બે દિવસમાં સુરતીઓ કરોડો રૂપિયાનું ઊંધીયું ઝાપટી જશે. ઊંધિયું ખરીદવા માટે વહેલી સવારથી જ મોટી લાઈનો જોવા મળી રહી છે. આ ઊંધિયું લીલી પાપડી, બટાકા, સુરણ, શક્કરિયા, રતાળુ, લીલા ધાણા, રીંગણ અને મેથીના મુઠીયાથી બનતું શાક છે.

heavy demand of undhia on uttrayan 2023
heavy demand of undhia on uttrayan 2023
author img

By

Published : Jan 14, 2023, 12:30 PM IST

બે દિવસમાં સુરતીઓ કરોડો રૂપિયાનું ઊંધીયું ઝાપટી જશે

સુરત: સુરતીઓ બે દિવસ ઉતરાયણ પર્વની ઉજવણી કરતા હોય છે અને આ વખતે શનિવાર અને રવિવાર હોવાથી આકાશમાં ચારેય બાજુ પતંગ જોવા મળશે. સુરતીઓ માત્ર પતંગ જ નહીં ચગાવશે પરંતુ આ દિવસે તેઓ ઉંધીયુ ખાવાનું પસંદ કરતા હોય છે. સુરતીઓ બે દિવસમાં હજારો કિલો ઉંધીયુ ઝાપટી જશે. આ ઊંધિયું લીલી પાપડી, બટાકા, સુરણ, શક્કરિયા, રતાળુ, લીલા ધાણા, રીંગણ અને મેથીના મુઠીયાથી બનતું શાક છે.

દુકાનમાં મસમોટી લાઈનો: ઉતરાયણના પર્વ પર પતંગ ચગાવવા પહેલા સુરતીઓ ઊંધિયું ખરીદવા માટે દુકાન પર પહોંચી ગયા હતા. દરેક વિસ્તારની દુકાનમાં મસમોટી લાઈનો જોવા મળી રહી હતી. કહેવાય છે 'સુરતનું જમન અને કાશીનું મરણ' અને આ વાત ખૂબ જ પ્રખ્યાત છે. સુરતીલાલાઓ ખાની-પીણીના શોખીન હોય છે. સુરતીઓ શિયાળામાં મોટા પ્રમાણમાં ઉંધીયું આરોગતા હોય છે. ઉતરાયણ પર્વ પર લોકો ઘરે ઊંધિયું પણ બનાવે છે તો ઘણા લોકો હોટલ રેસ્ટોરન્ટમાંથી પણ મંગાવે છે. ઉતરાયણના તહેવારમાં ઊંધિયું ખાવાનું સુરત શહેરમાં ચલણ છે. દરેક ધર્મના લોકો ઉતરાયણના તહેવારની ઉજવણી ધામધૂમથી કરે છે. આ વર્ષે પણ ઉત્તરાયણ ઊંધિયુંનું ચલણ ભારે જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો ઉત્તરાયણઃ આજે ધાબે દિવસ ઉગશે અને અગાશીએથી સૂર્ય આથમશે

લીલોતરી શાકભાજી ખાવાની મોસમ: વેપારી નીતિન ભજીયાવાળાએ જણાવ્યું હતું કે ઉંધીયુ સુરતીઓની એક સ્પેશિયલ આઈટમ છે. સુરતથી જ ઊંધિયાની આઈટમ દેશ-વિદેશમાં પ્રચલિત થઈ છે. શિયાળો એટલે લીલોતરી શાકભાજી ખાવાની મોસમ કહેવાય. લોકો તંદુરસ્તી જાળવવા માટે ખાસ કરીને શિયાળામાં જીમમાં પણ જતા હોય છે. સાથોસાથ ખોરાક પણ સારો જોઈએ. આજે સુરતમાં આપણું પરિવાર આગાસી પર જઈને પતંગ ચગાવતો હોય છે. અમારી દુકાનને 122 વર્ષે થઈ ગયા છે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે ઊંડિયાના ભાવમાં વધારો છે કારણ કે શાકભાજીના ભાવમાં પણ વધારો નોંધાયો છે.

આ પણ વાંચો ઉત્તરાયણ પર પોળની આગાશીના ભાવ લાખને પાર, ભાડામાંથી આવક

આઝાદી પહેલાથી ઉંધીયાનું વેચાણ: ગ્રાહક કિશન માસ્ટર એ જણાવ્યું હતું કે સુરતીઓમાં ઉંધીયુ ખૂબ જ ફેમસ છે. આજે જ્યાં હું ઊંધિયું ખરીદવા માટે આવ્યો છું તે આઝાદી પહેલાથી જ આ ઉંધીયુનું વેચાણ કરી રહ્યા છે. ઊંધિયાની વાત કરવામાં આવે તો એ આપણા શરીર માટે પણ ખૂબ જ લાભદાયક હોય છે. શાકભાજીના કારણે એ શરીરને ખૂબ જ લાભ પહોંચાડે છે. હું ઘરે લઈ જઈ રહ્યો છું કારણ કે મારા પરિવારના સભ્યો આજે સાથે મળીને પતંગ ચગાવશે અને ઊંધીયાની મજા માણશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.