ETV Bharat / state

ગુજરાત પ્રવાસન પર કોરોનાનું ગ્રહણ, આશરે 600 કરોડનું નુકસાન

કોરોના કાળમાં લોકડાઉન બાદથી અત્યાર સુધીમાં પ્રવાસન સ્થળ શરૂ થયા નથી. ગુજરાતની જો વાત કરવામાં આવે તો દર વર્ષે પ્રવાસન સ્થળોના કારણે 20 લાખ લોકોને રોજગાર મળવી કરોડો રૂપિયાની કમાણી થતી હોય છે, પરંતુ હાલની કોરોનાની મહામારીને લઇ પ્રવાસના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે, ઉદ્યોગને 600 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેમજ આના કારણે 20 લાખ લોકોની રોજગારી ઉપર પણ અસર થઇ છે.

SURAT
સુરત
author img

By

Published : Sep 19, 2020, 12:55 PM IST

સુરત: ગુજરાતના મનોરમ અને ઐતિહાસિક સ્થળો જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. જેના કારણે પ્રવાસન ઉદ્યોગને કરોડો રૂપિયાનો દર વર્ષે લાભ થતો હોય છે. ગુજરાતમાં અસંખ્ય સ્થળો છે, જ્યાં ગુજરાતની ગૌરવ ગાથા અને પ્રાકૃતિક સૌંદર્ય જોવા મળતું હોય છે, પરંતુ આ વર્ષે કોરોના કાળના કારણે આ તમામ પ્રવાસન સ્થળો બંધ કરી નાખવામાં આવ્યા હતા. જેથી અત્યાર સુધી પ્રવાસન સ્થળો શરૂ થયા નથી.

ટુરીઝમ ક્ષેત્ર સાથે સંકળાયેલા રાજીવ શાહે જણાવ્યું હતું કે, કોરોના કાળના કારણે આ ક્ષેત્રને 600 કરોડના આસપાસનું નુકસાન થયું છે. જ્યારે દર વર્ષે મોટી સંખ્યામા પ્રવાસન ક્ષેત્રને જોવા લોકો આવે છે, પરંતુ આ વર્ષે અન્ય રાજ્યો કે, દેશમાંથી લોકો આવી શક્યા નથી. રાજીવ શાહે જણાવ્યું હતું કે, ગુજરાતના ટુરીઝમ ક્ષેત્રના 20 લાખથી વધુ લોકો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે જોડાયેલા છે. આ તમામ લોકોને તેની અસર થઇ છે. ખાસ કરીને પાંચ લાખ લોકો એવા છે કે, જેઓએ રોજગાર માટે અન્ય ધંધાઓ અથવા નોકરી કરવાની શરૂ કરી દીધી છે. એક અનુમાન છે કે, આવતા વર્ષે ફરીથી પ્રવાસન ક્ષેત્ર શરૂ થશે અને લોકો ગુજરાતમાં આવવાનું શરુ કરશે, પરંતુ હાલ ગુજરાતની બહારથી કોઈપણ પ્રવાસી આવે એવું લાગતું નથી.

કોરોના કાળમાં પ્રવાસન ઉદ્યોગને 600 કરોડ રૂપિયાનું નુકસાન

શાહે વધુમાં જણાવ્યું કે, આ ક્ષેત્રે સરકાર પાસે કોઈપણ પ્રકારના પેકેજની માગણી કરી નથી. કારણ કે, સરકાર પાસે આ ક્ષેત્રને લગતી સમસ્યાઓ હોય છે અને સરકાર તેની માટે કાર્યરત પણ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટીએ તમામ રેકોર્ડ તોડી આગ્રાને પણ પાછળ કરી દીધું હતું. હાલ કચ્છ રણ ઉત્સવ શરૂ થતાં સ્થાનિક લોકોને પણ રોજગારી મળી શકે એવી આશાઓ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.