ETV Bharat / state

બારડોલીમાં જલારામ મંદિરમાં દર્શન માટે ભક્તોની લાગી લાંબી કતારો

બારડોલી સુરતમાં જલારામ પ્રાર્થના સમાજ દ્વારા જલારામ બાપાની 221મી જન્મજયંતીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. હાલ કોરોના મહામારીને કારણે દર વર્ષે યોજાતા વિવિધ કાર્યક્રમો અને મહાપ્રસાદી રદ્દ કરવામાં આવ્યા છે. સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક સાથે ભક્તો બાપાના દર્શન કરી રહ્યા છે. બારડોલીના જલારામ મંદિરમાં દર્શન માટે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જામી હતી.

બારડોલીમાં જલારામ મંદિરમાં દર્શન માટે ભક્તોની લાગી લાંબી કતારો
બારડોલીમાં જલારામ મંદિરમાં દર્શન માટે ભક્તોની લાગી લાંબી કતારો
author img

By

Published : Nov 21, 2020, 6:39 PM IST

  • જલારામ બાપાની 221મી જન્મજયંતી
  • અન્નકૂટ દર્શન અને સત્યનારાયણની કથાનું પણ કરાયું આયોજન
  • કોરોના મહામારીને કારણે મહાપ્રસાદી અને ડાયરા સહિતના કાર્યક્રમો રદ્દ

બારડોલી: બારડોલી સુરતમાં જલારામ પ્રાર્થના સમાજ દ્વારા જલારામ બાપાની 221મી જન્મજયંતીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. હાલ કોરોના મહામારીને કારણે દર વર્ષે યોજાતા વિવિધ કાર્યક્રમો અને મહાપ્રસાદી રદ્દ કરવામાં આવ્યા છે. સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક સાથે ભક્તો બાપાના દર્શન કરી રહ્યા છે. બારડોલીના જલારામ મંદિરમાં દર્શન માટે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જામી હતી.

બારડોલીમાં જલારામ મંદિરમાં દર્શન માટે ભક્તોની લાગી લાંબી કતારો
બારડોલીમાં જલારામ મંદિરમાં દર્શન માટે ભક્તોની લાગી લાંબી કતારો

જલારામ બાપાની 221મી જન્મ જયંતિ

કારતક સુદ સાતમના દિવસે અભિજીત નક્ષત્રમાં સંત જલિયાણાનું પ્રાગટ્ય થયું હતું. આજે શનિવારના રોજ જલારામ બાપાની 221મી જન્મ જયંતિની સમગ્ર ભારત દેશમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મીનિ વિરપુર તરીકે ઓળખાતા બારડોલીના જલારામ મંદિર ખાતે વહેલી સવારે ગામે ગામથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આખો દિવસ બાપાના દર્શન માટે ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી.

ભક્તોએ કર્યું રક્તદાનસવારે 6 કલાકે અન્નકૂટ દર્શન અને ત્યારબાદ સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન મંદિરના પૂજારી જીતુભાઈ મહારાજ અને તેમના પરિવારે તેમજ મંદિરના ટ્રસ્ટી અને સભ્યો તેમજ સ્વયંસેવકોએ ખડેપગે સેવા આપી હતી. આ પ્રસંગે સરદાર સ્મારક હોસ્પિટલના સહયોગથી રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જલારામ ભક્તો પોતાના રક્તનું દાન કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે.માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના પાલન સાથે દર્શન કરવા અપીલ ટ્રસ્ટી જયેશભાઇ દેસાઈએ જણાવ્યું હતું કે, જલારામ પ્રાર્થના સમાજ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ બાપાની જન્મજયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ કોરોના મહામારીને કારણે કેટલાક કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યા છે. તો કેટલાક પર નિયંત્રણ મૂકી દેવામાં આવ્યું છે. આ વખતે મહાપ્રસાદી અને લોક ડાયરાનો કાર્યક્રમ રદ્દ કરી દેવાયો છે. આ ઉપરાંત ભક્તજનોને પણ માસ્ક પહેરીને આવવા માટે જણાવવામાં આવી રહ્યું છે. સોશિયલ ડિસ્ટનસિંગનું પણ પાલન થાય તે માટે મંદિર પ્રશાસન દ્વારા કાળજી રાખવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.