સુરત: ભાગળ અને રાજમાર્ગ વિસ્તારમાં આવેલી તમામ દુકાનો બંધ જોવા મળી હતી. સાથે જ બંને છેડે પોલીસ દ્વારા બેરીકેટ ગોઠવી બિનજરૂરી બહાર નીકળેલા લોકોને સમજાવી ઘરે પરત મોકલવામાં આવી રહ્યાં છે. લોકડાઉનનો ભંગ કરનાર લોકો સામે કડક હાથે કામ લઈ પોલીસે દંડાવાળી કરી રહી છે.
સુરતનો ભાગળ અને રાજમાર્ગ વિસ્તારમાં અસંખ્ય સોના-ચાંદીની દુકાનો, ગારમેન્ટ્સ સહિત વિવિધ ઇલેક્ટ્રિક દુકાનો આવેલી છે. પ્રતિદિવસ અહીં હજારો વાહન ચાલકો તેમજ ખરીદી માટે લોકોની અવર જવર રહેતી હોય છે. ભારતમાં કોરોના વાઇરસના કારણે ઉદભવેલી વર્તમાન સ્થિતિના પગલે લોકડાઉન જાહેર થતા આ તમામ દુકાનો સજ્જડ બંધ જોવા મળી હતી.