- સોશિયલ મીડિયમાં છવાઈ જવા માટે યુવાનો કરતા હોઇ છે હરકત
- આવી જ એક ઘટના સુરતમાં સામે આવી
- એક યુવાને ફેસબુક પર પિસ્તલ સાથે ફોટા મુકવા માટે પિસ્તલ પોતાની પાસે રાખી
સુરત : ઘણી વખત સોશિયલ મીડિયમાં છવાઈ જવા માટે યુવાનો એવી હરકત કરતા હોય છે. જેને લઈને તેઓને જેલના સળિયા ગણવાનો વારો આવે છે અને આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. જેમાં ફેસબુક પર ફોટા અપલોડ કરવાના શોખને લઈને એક લબરમુછીયાને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. લીંબાયત પોલીસને બાતમીના આધારે નીલીગીરી સર્કલ પાસે ખુલ્લા મેદાનમાંથી મયુર પપ્પુ મહાજન નામના લબર મુછીયાને પિસ્તલ સાથે ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચોઃ સાવરકુંડલાના લુવારામાં એક પીસ્તોલ સાથે 2 શખ્સો ઝડપાયા
ફેસબુક પર પિસ્તલ સાથે ફોટા મુકવા માટે તેણે પિસ્તલ ખરીદી
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, મયુર લીંબાયતમાં તેના કાકાના ઘરે રહે છે અને 6 માસ અગાઉ તે વતન ગયો હતો, ત્યારે લીંબાયત રંગીલાનગરમાં રહેતા મિત્ર મહેશ ઉર્ફે ભૈયાએ પિસ્તોલ મંગાવી હતી. આથી તે વતનના મિત્ર નીખીલ ગાયકવાડ સાથે પોતાના ગામ નજીક રહેતા સંજય સરદાર પાસે ગયો હતો અને ત્યાંથી 8500 રૂપિયામાં પિસ્તલ ખરીદી હતી અને તે સુરત આવી તે મહેશ ઉર્ફે ભૈયાને વધુ પૈસા લઈને વેચવાનો હતો. ફેસબુક પર પિસ્તલ સાથે ફોટા મુકવા માટે તેણે પિસ્તલ પોતાની પાસે રાખી હતી. જેથી આ મામલે લીંબાયત પોલીસે નીખીલ ગાયકવાડ, સંજય સરદાર અને મહેશ ઉર્ફે ભૈયાને વોન્ટેડ જાહેર કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.