ગીર સોમનાથઃ ગીર સોમનાથ પોલીસે આજે ખૂબ જ સફળતાપૂર્વક અને સાવચેતીથી પરપ્રાંતીય દારૂ સગેવગે કરવાના કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે. ઉના ગીર ગઢડા રોડ પર આવેલી સ્ટાન્ડર્ડ જીનિંગ મિલ માંથી અંદાજિત 7,60,000 કરતાં વધુના મુદ્દા માલને પકડી પાડીને ખૂબ જ ચતુરાઈથી દારૂની હેરાફેરીનો મોટું કારસ્તાન પકડી પાડ્યું છે. જેમાં દમણ અને મુંબઈના કેટલાક લોકો પણ સામેલ હોવાની વિગતો મળી રહી છે.
હેરાફેરીનો પ્લાન હતોઃ ગીર સોમનાથ લોકલ ક્રાઈમ બ્રાન્ચે દારૂની હેરાફેરીનું મોટું કારસ્તાન પકડી પાડ્યું છે. પુર્વ બાતમીને આધારે ઉના ગીરગઢડા રોડ ઉપર આવેલ સ્ટાન્ડર્ડ કોટનમિલ માંથી અંદાજિત 6,67,100 ના મુદ્દા માલને કબજે કરીને એકદમ સફળતાપૂર્વક અને સાવચેતીથી કરવામાં આવતી પરપરાતીય દારૂની હેરાફેરીના કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે.
ત્રણ આરોપી ફરારઃ સમગ્ર મામલામાં સોમનાથ પોલીસે બે આરોપીની અટકાયત કરી છે તો આ મામલામાં અન્ય ત્રણ ફરાર આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ઝાલા એ સમગ્ર મામલાને લઈને માધ્યમોને વિગતો આપતા જણાવ્યું હતું કે, આ મામલામાં પોલીસને ઉનાના કાના ગોહિલ અને હુસેનન સુમનાનીને પકડી પાડવામાં સફળતા મળી છે. તો અન્ય ત્રણ આરોપીઓ ભગુ જાદવ દીવ પંકજ મુંબઈ અને રાકેશ અમરેલી વાળા પણ સામેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
દમણ ક્નેક્શનની શક્યતાઃ પોલીસ દ્વારા 2592 બોટલ પરપ્રાંતિય દારૂ તેમજ 792 બિયર ના ટીમ મળીને કુલ 07 લાખ 67,100 નો મુદ્દા માલ કબજે કર્યો છે. સમગ્ર મામલામાં મુંબઈ અને દમણનું કનેક્શન પણ બહાર આવી શકે છે. જે આરોપી ફરાર છે. તે મુંબઈ અને દમણ બાજુના હોવાની વિગતો પોલીસને મળી છે. હાલ તો પોલીસે સમગ્ર મામલામાં દારૂ દીવથી બહાર કઢાવ્યો છે. અન્ય રાજ્યમાંથી તેને લઈને પણ ખૂબ જ ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલામાં પોલીસ તપાસને અંતે અન્ય રાજ્યોનો દારૂની હેરાફેરીનું કનેક્શન સામે આવે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી.