માંગરોળ તાલુકાના ઝાખરડામાં એક સરકારી શાળા આવેલી છે. આ શાળાના અભ્યાસનો બાળકોનું ભણતર અને સંસ્કાર લાખો રૂપિયાની ફી લેતી ખાનગી શાળાને પણ શરમાવે તેવો છે. કદાચ આખા ગુજરાતમાં આવી પહેલી સરકારી શાળા હશે, જ્યાં ૬ જેટલી ભાષાઓ અને દેશ-દુનિયાનું નોલેજ શિખવાડમાં આવતું હોય. અહીં ૭૪ જેટલા બાળકો અભ્યાસ અર્થે આવે છે. આદિવાસી સમાજથી પ્રભાવિત આ વિસ્તારની શાળામાં શિક્ષકો જ્ઞાનની સાથે સાથે બાળકોમાં સંસ્કારોનું પણ એટલું જ સિંચન કરે છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોએ ઘરે જઈ માતા પિતાને પાણી પીવડાવવું ફરજિયાત છે. કોઈ આ આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે તે માટે બે-બેની ટુકડી બનાવી એક બીજાના ઘરે જવાનું હોય છે. જેથી જો કોઈ બાળક પોતાના માતા પિતાને પાણી ન પાઈ તો તેની જાણ શિક્ષકોને થાય.
અહીં હિન્દુ બાળકો માટે ભગવદ ગીતા અને મુસ્લિમ બાળકો માટે નમાજ વાંચવી પણ ફરજિયાત છે. આ ઉપરાંત આવા અનેક નિયમો છે. જે બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર આપે છે. આ શાળાનો વિકાસ કરનાર શિક્ષક શાહ મોહમદ સઈદ ઈસ્માઈલ નોકરીના કારણે અહીં સ્થાયી થઈ ગામના લોકોને શિક્ષણ પ્રત્યે જાગૃત કર્યા અને બાળકોને શાળા સુધી પહોંચાડવાનું કામ કર્યુ. બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર આપવાની શરૂઆત કરનાર આ શિક્ષકનું કહેવું છે કે,
આમ, માંગરોળના નાના એવા ઝખરડા ગામની શાળાના એક મુસ્લિમ શિક્ષકે સરકારી શાળાની પરિભાષા બદલી નાખી. અહીં આખા ગામના બાળકો શાળા એ જાય છે અને અદભુત શિક્ષણ મેળવી રહ્યા છે.