સુરત: સુરતમાં કિન્નરો અને સમાજ વચ્ચે તુલનાત્મક સેતુ સધાય એ હેતુસર વેસુ ખાતે કિન્નરો માટેના એક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું નામ પણ તુલ્યતા રાખ્યું હતું. કિન્નરો પણ અલગ અલગ ક્ષેત્રે પોતાનું નામ કરી શકે અને દરેક ક્ષેત્રમાં કામ કરી શકે અમને પણ ઇક્વાલિટી મળે, લોકો તેમના પ્રત્યે જે દુરાગ્રહ રાખે છે તે બદલે લોકોની મેન્ટાલીટી બદલાઈ તે ઉદ્દેશ્યથી આ ફેશન શો યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ગુજરાતમાં પ્રથમ વખત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 21 કિન્નરોએ ભાગ ઉત્સાહપૂર્વક રેમ્પવો કર્યો હતો.

'ગુજરાતમાં કિન્નરો માટે પહેલી વાર એ પણ આપણા સુરતમાં સોનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન કરવા પાછળનું કારણ એ છે કે આપણે જે સમાજમાં રહીએ છીએ આપણને જે અધિકાર મળ્યા છે. આપણે દરેક ક્ષેત્ર પ્રગતિ કરી રહ્યા છીએ. તો કિન્નર સમાજ પણ આપણા એક સમાજનો હિસ્સો છે. તેઓને પણ બધા જ પ્રકારના અધિકારો મળ્યા છે. તેઓમાં પણ ઘણા બધા ગુણો જ છુપાયેલા હોય છે. જો આપણે આગળ આવીએ તો અને તેઓમાં રહેલા ગુણો સમાજની બહાર લાવીએ તો તેઓ પણ સમાજ માટે એક અનોખો ભાગ ભજવી શકે છે અને આગળ આવી શકે છે.' -શ્વેતા પાલક, ફેશન શોનું આયોજન કરનાર
બે-ત્રણ મહિનાથી ચાલી રહી છે પ્રેક્ટિસ: આ બાબતે રેમ્પવોક કરનાર સુનીતા કુવારે જણાવ્યું હતું કે, જ્યારે અમને જણાવામાં આવ્યું કે તમારે બધાએ સ્ટેજ ઉપર જઈ ફેશન શોની જેમ રેમ્પવોક કરવું છે ત્યારે મને વિચાર આવ્યો કે આ કઈ રીતે થઈ શકશે. આ બધું તો ફિલ્મોમાં જોયું છે. પછી અમે વિચારી લીધો હતો કે મેં પણ આ કરીને રહીશ. એમાં મારો નંબર આવે કે ન આવે એની માટે મેં છેલ્લા બે-ત્રણ મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા.
'મનમાં ઘણા બધા પ્રશ્નો ઉઠતા હતાકે, અમે કિન્નર સમાજમાંથી આવીએ છીએ. આ રીતે સ્ટેજ ઉપર રેમ્પવોક કરવો અને લોકો જોશે તો મજાક પણ ઉડાવશે એનો મને ડર હતો. લોકો શું કહેશે પરંતુ ત્યારબાદ બધું ભૂલીને સ્ટેજ ઉપર ગઈ અને રેમ્પવોક કર્યું તો લોકોએ તાળી વગાડી અમારા ઉત્સાહ વધાર્યો હતો. આ આયોજન કરનાર શ્વેતા પાલક અને તેમની ટીમની હું આભારી છું.' -સુનીતા કુવાર, રેમ્પવોક કરનાર
નવા ટેલેન્ટને બહાર લાવવાનો પ્રયત્ન: કિન્નરોએ પણ ફેશન શોમાં ભાગ લેવા માટે તનતોડ મહેનત કરી હતી. અને સારી સારી મોડલોને શરમાવે તેવું કેટવર્ક કરીને પધારેલા તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ફેશન શો થકી થી કિન્નરોમાં રહેલા એક નવા ટેલેન્ટને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ આયોજન થકી કિન્નરો સાડી માટે મોડલિંગ સીરીયલ અથવા મુવીમાં નાના નાના રોલ પણ કરી શકે છે.