ETV Bharat / state

21 હજાર લેવાની જીદે ચઢેલાં વ્યંઢળોએ યુવકને માર માર્યો - સુરત

સુરતઃ વ્યંઢળોની દાદાગીરીને ખુલ્લી પાડતો વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. રાજસ્થાની પરિવારમાં ઘરે પારણું બંધાયું હતું. બાળકને આશીર્વાદ આપવા ગયેલાં વ્યંઢળોએ 21 હજારની માગ કરી હતી. પરિવારે 7 હજાર રૂપિયા આપવા છતાં 21 હજાર લેવાની જીદે ચઢેલાં વ્યંઢળોએ યુવક પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ સાથે જ વ્યંઢળો વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

21 હજાર લેવાની જીદે ચઢેલાં વ્યંઢળોએ યુવકને માર માર્યો
author img

By

Published : Sep 6, 2019, 9:34 PM IST

લીંબાયત વિસ્તારમાં રહેતાં રાજસ્થાની પરિવારના યુવક પર વ્યંઢળોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ પરિવારમાં ત્રણ દિવસ પહેલાં જ નવજાત શિશુનો જન્મ થયો હતો. જેને આશીર્વાદ આપવા માટે વ્યંઢળોએ 21 હજારની માગ કરી હતી. ત્યારે પરિવારે તેમને 7 હજાર આપ્યાં હતાં,છતાં વધુ પૈસાની માગ કરતાં વ્યંઢળોએ યુવકને માર માર્યો હતો. જેમાં યુવકને ગંભીર ઇજા પહોંચી હોવાથી યુવકને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

21 હજાર લેવાની જીદે ચઢેલાં વ્યંઢળોએ યુવકને માર માર્યો

આ ઘટના અંગેની જાણ લીંબાયત પોલીસ મથકમાં કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ત્રણેય વ્યંઢળોની ધરપકડ કરી તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લીંબાયત વિસ્તારમાં રહેતાં રાજસ્થાની પરિવારના યુવક પર વ્યંઢળોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ પરિવારમાં ત્રણ દિવસ પહેલાં જ નવજાત શિશુનો જન્મ થયો હતો. જેને આશીર્વાદ આપવા માટે વ્યંઢળોએ 21 હજારની માગ કરી હતી. ત્યારે પરિવારે તેમને 7 હજાર આપ્યાં હતાં,છતાં વધુ પૈસાની માગ કરતાં વ્યંઢળોએ યુવકને માર માર્યો હતો. જેમાં યુવકને ગંભીર ઇજા પહોંચી હોવાથી યુવકને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

21 હજાર લેવાની જીદે ચઢેલાં વ્યંઢળોએ યુવકને માર માર્યો

આ ઘટના અંગેની જાણ લીંબાયત પોલીસ મથકમાં કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ત્રણેય વ્યંઢળોની ધરપકડ કરી તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:સુરત : વ્યંઢલોનો ત્રાસ દિવસે ને  દિવસે વધતો જઈ રહ્યો છે. એટલું જ નહીં પરંતુ આ વ્યંઢલો ની દાદાગીરી એટલી હદે વધી ગઈ છે કે લોકોએ જીવવું  મુશ્કેલ બન્યું છે. આવું જ કંઈક બન્યું છે સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા રાજસ્થાની પરિવાર સાથે..પાનનો ગલ્લો ચલાવતા યુવકની પત્નીએ સુરતની સ્મીમેર હોસ્પિટલમાં માસૂમ બાળકને જન્મ આપ્યો.જેથી પરિવારમાં ખુશીનો માહોલ  હતો..જન્મ બાદ પત્ની પોતાની માસૂમ બાળકને લઈ ઘરે આવી ગઈ હતી.જ્યાં બાદમાં ઘરે આવેલા ત્રણ વ્યંધળોએ  બંને પતિ- પત્ની પાસે બળજબરી પૂર્વક 21 હજાર ની માંગ કરી હતી.જ્યાં બાદમાં સાત હજાર લીધા બાદ પણ પતિ પર હુમલો કરતા ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જો કે ઘટના બાદ લીંબાયત પોલીસે ત્રણેય વ્યંઢલો ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.


Body:સુરતમાં વ્યંઢલો કોઈ પણ પ્રસંગ માં.પોહચી જતા હોય છે અને લોકો પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા કઢાવતા હોય છે.આવી જ ઘટના સુરતના લીંબાયત વિસ્તારમાં બની છે.લીંબાયત ના ગોદાદરા સ્થિત માન સરોવર સોસાયટીમાં ભાડેના મકાનમાં રહેતા અને વરાછા ખાતે પાનનો ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ગેહરિલાલ ગોવર્ધન ખતીક ની પત્નીએ ચાર દિવસ અગાઉ જ સુરતની સ્મીમેર હોસ્પિટલ માસૂમ બાળકને જન્મ આપ્યો હતો.જેથી પરિવાર માં ખુશીનો મહોલ હતો.ચાર દિવસ બાદ પત્ની અને માસૂમ બાળકને લઈ ગેહરિલાલ પરત ઘરે આવી ગયા હતા.જ્યાં ઘરે બાળકી નો જન્મ થયો હોય,ત્રણ વ્યંઢલો ઓટો રિક્ષામાં દાપૂ માંગવા આવ્યા હતા.જ્યાં યુવકે 2100 રૂપિયા આપવા કર્યા હતા પરંતુ વ્યંધળોએ 25 હજાર ની માંગ કરતા આખરે 7 હજાર રૂપિયા પરિવાર પાસેથી દાપૂ પેટે કઢાવી લીધા હતા.જો કે સાત હજાર કધાવ્યા બાદ પણ યુવક પર વ્યંધળોએ હુમલો કર્યા યુવક જમીન પર પટકાઈ બેભાન થઈ ગયો.જ્યાં ત્રણેય વ્યંઢલો ત્યાંથી ભાગી છૂટયા હતા.જ્યારે ઇજાગ્રસ્ત ગેહરિલાલ ભાઈને પરિવારે સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી લીંબાયત પોલીસ મથકમાં પત્ની મણશાબેન દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી.જ્યાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.બીજી તરફ હોસ્પિટલ સારવાર હેઠળ રહેલ પતિ ગેહરિલાલ ની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવતા પરિવારના પગ તળેથી જમીન સરકી પડી હતી....પરિવાર આવા વ્યન્ધલો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યું છે.બીજી તરફ માસૂમના જન્મ બાદ બાળક ઘરે આવવાની ખુશી જોવા મળી હતી,તો બીજી  પિતા હોસ્પિટલમાં જીવન - મરણ વચ્ચે ઝોલાં ખાતા પરિવાર પર જાણે મોટું આભ તૂટી પડ્યું છે.જેના માટે સંપૂર્ણ જવાબદાર હોય તો સુરતમાં ફરતા બનાવટી વ્યંઢલો ,જેની સામે કડક કાર્યવાહી થવી જરૂરી બને છે.

ઘટના ની ગંભીરતા જોતા લીંબાયત પોલીસે ત્રણેય વ્યંઢલો ની શોધખોળ હાથ ધરી.જ્યાં ગણતરીના કલાકોમાં જ પોલીસે ત્રણેય વ્યંઢલો ને ઝડપી પાડી જેલના સળિયા ગણતા કરી દીધા હતા.રેણુકા,ભાગ્યશ્રી અને સાગરી નામની ત્રણ વ્યંઢલો ની ધરપકડ કરી વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે...



Conclusion:હાલ તો ત્રણેય વ્યંઢલો સામે હત્યાનો પ્રયાસ,બળજબરીપૂર્વક રૂપિયા કઢાવવ અંગેનો ગુનો પોલીસે દાખલ કરી તપાસ શરૂ કરી છે.પરંતુ સુરતમાં ફરતા આવ વ્યધળો સામે કાર્યવાહી થવી પણ જરૂરી બને છે.

બાઈટ :માનશાબેન( ભોગ બનનાર ની પત્ની)

બાઈટ :ભુરીબેન( માનશાબેન ની માતા)

બાઈટ :પી.એલ.ચૌધરી( એસીપી સુરત)




ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.