ETV Bharat / state

સુરતઃ હોસ્પિટલમાં ફ્રી જમાડી રહ્યું છે કીમનું દંપતી - લોકોની માનવસેવા

પોતાના ઘરે જમવાનું વધે તે લઈ કીમ રેલવે સ્ટેશન પર જઈ ભુખ્યાને ભોજન કરાવવાનું પતિ- પત્નીએ શરૂ કરેલ સેવાકાર્ય આજે 23 વર્ષ બાદ કીમ વિભાગની તમામ હોસ્પિટલોમાં 5 લાખ 50 હજારથી વધુ દર્દીઓને ભોજન પહોંચાડવા સાથે શ્રી રામકૃષ્ણ- વિવેકાનંદ સેવા કેન્દ્રની રચના કરી 16 જેટલી વિવિધ સેવાપ્રવૃત્તિઓ આજે સવા કરોડના સુવિધાયુક્ત સંસ્થાના પોતાના મકાનમાં કાર્યરત થઈ જરૂરિયાતમંદ લોકોની જનેતા પુરવાર થઇ રહી છે

ETV BHARAT
ETV BHARAT
author img

By

Published : Dec 28, 2020, 7:46 PM IST

Updated : Dec 28, 2020, 8:35 PM IST

  • હોસ્પિટલોમાં 5 લાખ 50 હજારથી વધુ દર્દીઓને ભોજન મળે છે
  • લોકોની સેવા કરવાની તક મળતા ભગવાનનો આભાર વ્યક્ત કર્યો
  • 23 વર્ષ પૂર્વે પોતાના ઘરમાં વધે તે ભોજન કીમ સ્ટેશન પર ગરીબોને આપતા

સુરતઃ જિલ્લાના કીમના સદ ગૃહસ્થ નિવૃત શિક્ષક નાગરભાઈ લાડ અને તેમના ધર્મ પત્ની પુષ્પાબેને આજથી 23 વર્ષ પૂર્વે પોતાના ઘરમાં ભોજન બનાવી કીમ સ્ટેશન પર ગરીબોને જમવા માટે આપવા જતા. જેના ફળ સ્વરૂપે આજે કીમની હોસ્પિટલમાં કાયમી અન્નક્ષેત્ર ધમધમી રહ્યું છે. પહેલા હોસ્પિટલમાં દાખલ થયેલા તમામ દર્દી અને સગાને સવાર સાંજ ભોજન આપવાનું શરૂ કર્યું. વર્ષ 2000ની સાલમાં સ્વામી સચ્ચીદાનંદજીના હસ્તે અન્નક્ષેત્ર શરૂ કરી કીમની તમામ હોસ્પિટલમાં સવાર સાંજ ભોજન આપવાનો સેવાયજ્ઞ શરૂ થયો. અત્યારસુધીમાં સાડા પાંચ લાખ દર્દી સહિત ગરીબ સ્વજનોને પૌષ્ટિક ભોજન પ્રસાદ સ્વરૂપે અપાયો છે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા અન્ય 16 જેટલી સેવા પણ પહોંચાડાઇ રહી છે.

  • સંસ્થા દ્વારા અપાતી વિવિધ સેવાઓ...
  1. 5.50 લાખ લોકોને અન્ન સેવા હેઠળ ભોજન
  2. 137 વિવિધ આરોગ્ય શિબિરો
  3. 1820 વિદ્યાર્થી નિઃશુલ્ક ટ્યુશન વર્ગ
  4. 7000 લોકોના યોગ વર્ગો
  5. 1 લાખથી વધુ વાંચકોએ પુસ્તકાલયનો લાભ લીધો
  6. 21,792 લોકોને હોમિયોપેથીક ચિકિત્સાનો લાભ
  7. 9372 લોકોએ આયુર્વેદિક ચિકિત્સાનો લાભ
  8. 27676 એક્યુપ્રેશર
  9. 11840 આંખ વિભાગ
  10. 344 બાળકોને ગદાધર પ્રકલ્પનો લાભ

  • ખ્યાલ ન હતો કે નાનકડી સેવા વટવૃક્ષ બની જશે

સેવા શરૂ કરનાર અને મુખ્ય ટ્રસ્ટી નાગરભાઈ લાડે વધુમાં જણાવ્યું હતું કે, સંસ્થા સ્વામી વિવેકાનંદજીના આદર્શોને વરેલી છે. 23 વર્ષ પહેલા કલ્પના ન હતી કે સેવાનો વિસ્તાર આટલો વ્યાપક થશે. પ્રભુની કૃપા, સંતોના આશીર્વાદ, સમર્પિત કર્મચારીઓ અને વિભાગની જનતાના તન, મન અને ધનથી મળેલા અનન્ય સહકારથી નાનકડી સેવા આજે વટવૃક્ષ બની છે.

Last Updated : Dec 28, 2020, 8:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.