સુરત: ભારતમાં ઓનલાઇન પ્લેટફોર્મના નામ પર શરમજનક વીડિયો અને વાણી વિલાસ ચાલી રહ્યો છે. ત્યારે સુરતના જૈન આચાર્યએ આવા વેબ સિરીઝનો વિરોધ દર્શાવ્યો છે. પદ્મભૂષણથી સન્માનિત થયેલ જૈન આચાર્ય વિજય રત્નસુંદર સુરીસ્વરજી મહારાજ કહ્યું કે જયારે આવી મૂવીઓ આવે છે ત્યારે સેન્સર બોર્ડ મુવી બનાવનાર સામે કોઈ પગલાંઓ કેમ નથી લેતી.
વિજય રત્નસુંદર સુરીસ્વરજી મહારાજે શું કહ્યું:
- થોડા દિવસો પહેલા આપણા જ સમાજના કેટલાક બહેનો અને ભાઈઓએ મને રજૂઆત કરી હતી કે સોશિયલ મીડિયા ઓટીટી પ્લેટફોર્મ ઉપર વેબ સિરીઝના માધ્યમથી ખૂબ જ શરમજનક વીડિયો અને વાણી વિલાસ ચાલી રહ્યો છે. જેના કારણે આખું પરિવાર શરમથી ઝૂકી જાય છે.
- આજથી ચાર વર્ષ પહેલા નાના-નાના બાળકોને સેક્સ એજ્યુકેશન આપવાનું હતું. એના વિરોધમાં પણ હું દિલ્હી જઈને આવ્યો હતો. એટલે આની આખી વ્યવસ્થાની મને ખબર હતી. મને પોતાને એવો વિચાર આવ્યો કે જ્યારે ફિલ્મો બનાવવામાં આવે ત્યારે આવા દ્રશ્યોને બહાર કરવા માટે સેન્સર બોર્ડ તો છે જ પરંતુ આવા વેબસીરિઝના દ્રશ્યો લાખો કરોડો પરિવાર પોતાના ઘરોમાં બેઠાબેઠા જુવે છે.
- આપણા ફિલ્મ અભિનેતા અભિષેક બચ્ચને છથી આઠ મહિના પહેલા એવું કહ્યું હતું કે મારી દીકરી આરાધ્યા સાથે બેસીને હું આ પ્રકારની વેબ સિરીઝ જોઈ શકું એવી સ્થિતિ નથી. કારણ કે આ પરિવાર વ્યવસ્થાને અનુકૂળ નથી. જો અભિષેક બચ્ચન આવી વાત કરી શકતો હોય તો પછી સંતો કરે જ.
- સમાજની પણ ઈચ્છા છે કે આવી વેબ સિરીઝ બંધ થઇ જોઈએ. કાં તો પછી જે રીતે મૂવી માટે સેન્સર બોર્ડ છે તે જ રીતે સેન્સર બોર્ડ આવી વેબ સિરીઝ માટે હોવી જોઈએ. આ મામલે આગળના દિવસોમાં હું દિલ્હી ખાતે આગામી દિવસોમાં પીટીશન દાખલ કરવા જઈ રહ્યા છે. મારી આ રજૂઆત સાર્વજનિક છે.