- બોટાદ જિલ્લામાં વાતાવરણ પલટતા વરસાદ પડ્યો
- જિલ્લામાં ભદ્રાવડી અને લિંબાળી ગામમાં કરા સાથે વરસાદ
- જિલ્લામાં બપોરથી જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો
બોટાદઃ જિલ્લામાં બપોરથી જ અચાનક વાતાવરણમાં પલટો આવતા અનેક ગામમાં વરસાદ પડ્યો હતો. જિલ્લાના બોટાદ શહેર, ગઢડા શહેર અને આસપાસના વિસ્તારમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા પવન સાથે વરસાદ આવ્યો હતો. તો આ તરફ ભદ્રાવડી અને લિબાળી ગામમાં વરસાદ સાથે કરા પણ પડ્યા હતા.
આ પણ વાંચો- આ વખતે રોહિણી નક્ષત્રમાં ચોથા ચરણમાં વરસાદ પડવાની શક્યતા : અંબાલાલ પટેલ
અનેક ગામમાં પાણી ભરાયા
જિલ્લામાં અચાનક વરસાદ પડતા લોકોએ અસહ્ય ગરમીમાં રાહતનો અનુભવ કર્યો હતો. બોટાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડતા અનેક ગામડાઓમાં પાણી પણ ભરાઈ ગયા હતા.
લોકોને અસહ્ય ગરમીમાં રાહતનો અનુભવ થયો
બોટાદ શહેર અને તાલુકામાં સાથે ગઢડા તાલુકામાં પણ આજે અસહ્ય ગરમીના પારા વચ્ચે અચાનક બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા પવન સાથે વરસાદ આવ્યો હતો. શહેરમાં પણ પવન અને ગાજવીજ અને વીજળીની સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે બોટાદ તાલુકાના ભદ્રાવડી ગામમાં વરસાદ સાથે કરા પણ પડ્યા હતા. તો ગઢડા તાલુકામાં પણ પવન સાથે વરસાદ વરસ્યો હતો અને ગઢડાની આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. ગઢડાના લિંબાળી ગમે વરસાદ સાથે કરા પડ્યા હતા. લોકોને વરસાદ આવતા અસહ્ય ગરમીથી રાહત મળી વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.