ETV Bharat / state

બારડોલી નજીક મહારાષ્ટ્રથી અમદાવાદ જઈ રહેલી ખાનગી બસ પલટી, 25 પ્રવાસીઓ ઘાયલ - news in surat

બારડોલી પલસાણા વચ્ચે નેશનલ હાઇવે નંબર 53 પર ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસ પલટી જતા 20 થી 25 પ્રવાસીઓને ઇજા થઇ હતી. જેમાં ઇજાગ્રસ્તોને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સામાન્ય ઇજા હોય તેવા પ્રવાસીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

surat
બારડોલી
author img

By

Published : Nov 28, 2020, 12:38 PM IST

  • ધુલિયાથી અમદાવાદ જઈ રહી હતી બસ
  • બસમાં સવાર હતા 40 જેટલા પ્રવાસીઓ
  • સારવાર અર્થે બારડોલીની હોસ્પિટલમાં ખસેડાયા

બારડોલી : સુરત જિલ્લાના બારડોલી - પલસાણા વચ્ચે નાંદીડા ગામની સીમમાં શનિવારે વહેલી સવારે ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવાતા લકઝરી બસ રેલિંગ તોડી ખાડીમાં પલટી મારી ગઈ હતી. જેમાં અંદાજીત 25 જેટલા પ્રવાસીઓને સામાન્ય ઇજા પહોંચી છે. જ્યારે બસનો ડ્રાઇવર આ અકસ્માત બાદ ફરાર થઇ ગયો હતો.

બસમાં સવાર 20 થી 25 પ્રવાસીઓને ઇજા

પ્રાપ્ત મળતી વિગત અનુસાર ખાનગી બસ મહારાષ્ટ્રના ધુલિયાથી અમદાવાદ જઇ રહી હતી. ત્યારે સુરતના બારડોલી-પલસાણા હાઇવે પર મીંઢોળા નદીના બ્રીજ નજીક પલટી જતાં બસમાં સવાર 25 થી વધારે પ્રવાસીઓને સામાન્ય ઇજા પહોંચી છે. બારડોલી-પલસાણા હાઇવે પર બ્રિજ નજીક ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં બારડોલી પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

બારડોલી નજીક મહારાષ્ટ્રથી અમદાવાદ જઈ રહેલી લકઝરી બસ પલટી જતા 25 પ્રવાસીઓને ઇજા

4 પ્રવાસીઓ સારવાર હેઠળ

જ્યારે ઇજાગ્રસ્તોને એમ્યુલન્સ મારફતે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ પ્રવાસીઓને રજા આપી દેવાઇ હતી. જ્યારે ચાર પ્રવાસી અફરોઝ સાઝીદ હુસેન, પ્રણવ પ્રવીણ મોરે , પ્રવીણ બાપુ મોરે અને વિશ્વનાથ કોનુ કુંભારને વધુ ઇજા થવાથી તેમની સારવાર ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.