સુરત: AIIMSના ડાયરેકટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, અમે ચાર લોકોની ટિમ છે. અહીંના ડોકટરો સાથે વાતચીત કરી અને સ્થાનિક મુદ્દાઓ અંગેની માહિતી મેળવી છે. દિલ્હી સહિત અન્ય શહેરોમાં જે કામગીરી કરવામાં આવી છે તેની સરખામણી કરી શું સુધારો કરી શકાય તે અંગે ચર્ચા કરી છે. પ્રાઇવેટ ડોકટર હોય કે સરકારી હોસ્પિટલના હોય દર્દીઓની સંભાળ, પ્લાઝ્મા અને આઇસોલેશન અંગે વધુ શું કરી શકાય તે અંગેની પણ ચર્ચા કરાઇ છે. તેનાથી લાભ થશે અને કેસને નિયંત્રણ કરી શકાય છે. હોસ્પિટલ તૈયાર છે બેડની સંખ્યામાં વધારો થતાં લાભ થશે. પૂર્ણ તૈયારીઓ કરી ટેસ્ટિંગ કરવામાં આવે તો કેસ નિયંત્રણમાં આવી શકે છે.
ઇન્જેક્શનનો બિન જરૂરી ઉપયોગ થાય છે: AIIMS ડાયરેકટર - Injections are used
શહેરમાં આવેલી કેન્દ્રની ટીમમાં સામેલ એઇમ્સના ડાયરેકટર ડૉ. રણદીપ ગુલેરિયાએ રેમડીસીવીર અને ટોસીલીઝુમાબની અછત અંગે નિવેદન આપતા જણાવ્યું કે, અનેક જગ્યાએ ઇન્જેક્શનનો બિનજરૂરી ઉપયોગ થાય છે. જે દર્દીને જરૂરિયાત છે તેમને આપવામાં આવે. બિનજરૂરી ઉપયોગથી દર્દીને નુકશાન થાય શકે છે.