સુરત: રાજકારણમાં આવ્યા બાદ ગુજરાતમાં સૌથી નાની ઊંમરે ધારાસભ્ય(Youngest MLA in Gujarat) બનનાર હર્ષ સંઘવીને રાજકીય કારર્કિદી ફળી છે. વર્ષ 2012માં ધારાસભ્ય બનેલા હર્ષ સંઘવી ગૃહ રાજ્યપ્રધાન(Home Minister) બન્યા છે. મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીની(mla harsh sanghvi) રાજકીય પ્રગતિ થઈ તો તેમના પત્ની પ્રાચીએ 10 વર્ષમાં બિઝનેસમાં કાઠું કાઢ્યું છે.
10 વર્ષમાં વધી સંપત્તિ: હર્ષ સંઘવીની ઉંમર માત્ર 36 જ વર્ષ છે. છતાં તેમને રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલા સાથેના ગૃહપ્રધાન બનાવવામાં આવ્યા છે. ત્યારે માત્ર તેઓ જ નહિ તેમના ધર્મપત્નીએ પણ બિઝેનેસમાં નામના મેળવી છે. હીરા ઝવેરાતનો વ્યવસાય કરતા હર્ષ સંઘવીના પત્ની પ્રાચી સંઘવી પાસે 10 વર્ષ પહેલાં 9.19 લાખની સંપત્તિ હતી. જે વર્ષ 2022માં વધીને 11.63 કરોડ રૂપિયા થઈ છે. સુરત શહેર ભાજપના તમામ ઉમેદવારો કરતા હર્ષ સંઘવી પાસે સૌથી વધુ સંપત્તિ છે. વર્ષ 2012માં હર્ષ સંઘવી પ્રથમ ચૂંટણી લડ્યા ત્યારે તેમની પાસે 18.79 લાખની જંગમ મિલકતો હતી. જે 2017 માં 74.59 લાખ તથા 2022માં 84.71 લાખ થઈ છે.
પત્ની પણ કંપનીમાં ભાગીદાર: કંપનીમાં તેમના પત્ની પ્રાચીના ભાગીદાર અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે વર્ષ 2022માં તેમની પાસે કુલ 4.55 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જ્યારે તેમના પત્ની પ્રાંચી સંઘવી પાસે વર્ષ 2012માં 9.19 લાખની સંપત્તિ હતી જે 2022માં વધીને સીધી 11.63 કરોડ રૂપિયા થઈ છે. હર્ષ સંઘવી અરૂષ જેમ્સ નામની હીરાની કંપની ધરાવે છે. આ કંપનીમાં તેમના પત્ની ભાગીદાર છે. આ સાથે હર્ષ સંઘવીએ વેસુ વિસ્તારમાં સ્થિત હેપ્પી એક્સલેન્સિયામાં 3.14 કરોડનું ઘર પણ ખરીદ્યું હોવાનું દર્શાવ્યું છે. તેમના આવકનો સોર્સ આરૂષ જેમ્સની આવક, ધારાસભ્યનો પગાર, બેંક ખાતાના વ્યાજની આવક અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણની આવક છે.