સુરત: કોરોના આવ્યા બાદ સુરત શહેરના ટેક્સટાઇલ માર્કેટને જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ મંદી જોવા મળે છે. એક બાજૂ ટેક્સટાઇલ માર્કેટ મંદી ઘેરાયેલું જોવા મળે છે તો બીજી બાજૂ અવાર-નવાર માર્કેટમાં આગ લાગવાના કારણે વેપારીઓને મોટો આર્થિક ફટકો લાગે છે. ફરીવાર સુરત શહેરમાં ફરી પાછી આગ લાગવાની ઘટના સામે આવી છે.જેમાં વેપારીઓનો સામાન બળીને ખાખ થઇ ગયો છે. રોકડ રકમને પણ નુકશાન થયું હોવાુનું સામે આવ્યું છે.
સામાન બળીને ખાખ: શહેરના ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ સલાબતપુરા પોલીસ સ્ટેશન સામે પશુપતિ માર્કેટના બેઝમેન્ટમાં આજે સવારે 6:30 વાગ્યાની આસપાસ અચાનક એક પછી એક કુલ સાત દુકાનોમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઊઠી હતી.આગ લાગવાની સાથે જ ફાયર વિભાગને જાણ કરતા વિભાગની કુલ 7 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર પાણીનો મારો ચલાવામાં આવ્યો હતો. બે કલાકના ભારે જેમ જ બાદ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે આ આગમાં કોઈ પ્રકારની જાનહાની થઈ ન હતી. તે ઉપરાંત આગમાં સાડીઓ થી લઇ ફર્નિચર તમામ સામાન બળીને ખાખ થઇ ગયા હતા.
દુકાનોમાં આગ ભભુકી: ફાયર કંટ્રોલરૂમ માંથી સાવરે 6:15 વાગ્યાની આસપાસ અમને કોલ આપવામાં આવ્યો હતો કે, આ રીતે આગની ઘટના બની છે. જેથી સૌપ્રથમ વખત અમારી કુલ ત્રણ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ આગ જોતા જ અમે વધુ ત્રણ ફાયર વિભાગ ને જાણ કરતા નવસારી બજાર, ઘાંચીશેરી, ડૂબલા ફાયર વિભાગ એમ કુલ 10 ગાડીઓ પણ આવી પોહચી હતી.આ આગ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ સલાબાત પુરા પોલીસ સ્ટેશનની સામે પશુપતિ માર્કેટના બેઝમેન્ટમાં લાગી હતી. ત્યાં એક બાદ એક કુલ 7 જેટલી દુકાનોમાં આગ ભભુકી ઉઠી હતી--ફાયર ઓફિસર જય ગઢવી
આ પણ વાંચો Surat Crime : ગામમાં હાથમાં બંદૂક લઈને રોફ જમાવવો યુવકને પડ્યો ભારે
રોકડ રકમને નુકશાન: વધુમાં જણાવ્યુંકે, આ આગમાં અમે કુલ 4 થી 5 દુકાનોમાંથી અલગ-અલગ રીતે કુલ 20 લાખ રોકડા રૂપિયા પણ કાઢી લીધા હતા. તે પૈસા અમે સલામત રીતે મૂકી દીધા હતા. ત્યારબાદ પોલીસની હાજરીમાં જેતે દુકાન માલિકોને તે પૈસા પરત કર્યા હતા.પરંતુ આ આગમાં કુલ 4 દુકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગઇ હતી.એમાં સાડી ,બ્લાઉઝ નો જથ્થો તથા રોકડ રકમ ને નુકશાન થયેલ હતી.અન્ય 3 દુકાનો ને આગ થી બચાવી લેવામાં આવ્યા હતા. જોકે આ આગમાં કોઈ પ્રકારની જાનહાની થઇ ન હતી. આગ શૉર્ટસર્કિટને કારણે લાગી હોય તેવું અનુમાન છે. હાલ તો આ મામલે તપાસ કરવામાં આવશે.