સુરત: શહેરમાં હજુ પણ RTO ટેક્સ ચોરી કૌભાંડ ચાલી રહ્યું છે. લિંબાયત પોલીસને એક જ નંબર પ્લેટ પર બે ખાનગી લક્ઝરી બસ ફેરવામાં આવતી હોવાથી માહિતી મળી હતી. જેના આધારે પોલીસે બંને બસ ઝડપીને એક વ્યક્તિની ધરપકડ કરી હતી. બાદ પૂછપરછ કરતાં આરોપીએ જણાવ્યું હતું કે, આ બંને બસ સુરતથી મહારાષ્ટ્ર ફેરવામાં આવી હતી અને RTO ટેક્સ ચોરી બચાવવા માટે આ કૌભાંડ ઉભુ કરવામાં આવ્યું હતું.
શહેરના લિંબાયત વિસ્તારની અંદર બે અલગ-અલગ ખાનગી બસની એક નંબર પ્લેટ પર સુરતથી મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રથી સુરત હેરાફેરી કરવામાં આવતી હતી. આમ, આરોપીઓ એક જ નંબર પ્લેટના આધારે બે બસ ચલાવીને એક બસનો RTO ઓ ટેક્સ બચાવતા હોવાથી સરકારને એક બસનું નુકસાન થાય છે.
નોંધનીય છે કે, સુરતના લિંબાયત વિસ્તારમાં અગાઉ પણ આ રીતનું બસ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું. એવામાં પોલીસને વધુ એક કૌભાંડની બાતમી મળી હતી કે, એક ખાનગી બસ સંચાલક દ્વારા એક જ નંબરના આધારે બે બસ ફેરવવામાં આવે છે. ત્યારબાદ પોલીસે માહિતીના આધારે વોચ ગોઠવી બંને બસ સહિત એક આરોપીની ધરપકડ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે, RTO ટેક્સ બચાવવા માટે અશ્વિની ટ્રાવેલ્સ દ્વારા બે બસ એક જ નંબર (GJ 24 X 7411)થી ચલાવવામાં છે. જેથી પોલીસે બંને બસ કબ્જે કરીને નિખિલ ખાબિયા નામના વ્યક્તિની ધરપકડ કરી હતી.