અવિનાશ અને તેનો મિત્ર નજીકમાં આવેલ પોતાના મકાનમાં સ્પીકર વગાડી રહ્યા હતા.જે અંગે જગણભાઈએ ટકોર કરતા બંને વચ્ચે રકઝક થઈ હતી.આ રકઝકમાં અવિનાશ અને તેના મિત્રએ મળી જગણભાઈ સહિત તેમના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનામાં ઘરના મોભી જગણભાઈ માળી નું મોત નીપજ્યું હતું.જ્યારે પુત્ર પ્રવીણ અને માતા ઇજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં પુત્રની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.ઘટના બાદ હત્યારાઓ ફરાર થયા હતા.
સમગ્ર બનાવની જાણકારી મળતા ડીંડોલી પોલીસ સહિત ડીસીપી,એસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા જુદી જુદી ટીમો બનાવી છે.