સુરત- શહેરમાં આજરોજ માલધારી સમાજ દ્વારા હાઈકોર્ટના આદેશ ના પગલે મનપા દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.માલધારી સમાજનુ કહેવુ છે કે મનપા રખડતા ઢોર જરૂર પકડે એમાં અમને વાંધો નથી પરંતુ મનપા બર્બરતા પૂર્વક તબેલાઓમાથી બાંધેલા ઢોર પકડી તબેલાઓ પર બુલ ડોઝર ફેરવી રહ્યું છે, તેની સામે સુરત માલધારીઓના ધરણા કરવામાં આવી રહ્યા છે.(maldhari protest again mnc surat) (surat maldhari protest)
મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર સામે રોષ- સુરત શહેરમાં ડભોલી ગામ ખાતે આવેલી મોટી સંખ્યામાં રહેતા માલધારી સમાજ દ્વારા એકઠા થઈ સુરત મહાનગરપાલિકા દ્વારા હાઈકોર્ટના આદેશના પગલે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, તેને લઈને માલધારી સમાજ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર સામે રોષ ફાટી નિકળ્યો હતો. આ બાબતે માલધારી સમાજના આગેવાન દ્વારા આવી કહેવામાં આવ્યું કે, માલધારી સમાજના ઢોરો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, તેઓ અમારી પાસે લીગલ પ્રોપર્ટીઓ હોવા છતાં અમારા તબેલાઓ માંથી બાંધેલી ભેંસો-ગાયો છોડી દેવી, તે ઉપરાંત અમારા પરિવારને ઘરેથી પોલીસ સ્ટેશન લઈ જાય છે.
માલધારી સમાજની ત્રણ માંગો- માલધારી સમાજે મનપા સમક્ષ ત્રણ માંગો મુકી છે. માલધારી સમાજને કોઈ ઝોન પાસ ન થાય ત્યાં સુધી અમારો ડિમોલેશન રોકી દેવું, જે અમારા નુકસાનો થયા છે. જે તબેલાના અમે લાઈટ, ટેક્સ, વેરાબિલ ભરીએ છીએ. એ તમામ ડોક્યુમેન્ટ સરકારે આજે સ્વીકારવા માટે તૈયાર નથી. તેનું કારણ શું તે અમને ખબર નથી. તેના નુકસાનના જવાબદારો કોણ શા માટે માલધારી સમાજ દ્વારા જ આવું કરવામાં આવી રહ્યું છે. અને માલધારી સમાજ પૂરી શક્તિ પ્રદર્શન સાથે લાડવા તૈયાર છે ,અને અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો આનું પ્રદર્શન ખૂબ જ મોટા પાયે થશે.
માલધારી સમાજ સરકાર સાથે રહેવા તૈયાર નથી- વધુમાં જણાવ્યુંકે, સરકાર અમારી માંગ સ્વીકારશે નહીં તો આગળના દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોઈપણ માલધારી સમાજ સરકાર સાથે રહેવા તૈયાર નથી. આજે માલધારી સમાજ ઉપર આટલો અત્યાચાર કરવામાં આવે છે કે, બાંધેલી ભેંસો તબેલામાં પાછી આવતી નથી. તબેલા માંથી ગાયોને ઉચકીને લઈ જવામાં આવી રહ્યા છે.