ETV Bharat / state

વિદ્યાર્થીઓ બન્યા વૈજ્ઞાનિકઃ આ ચાર ની મહેનતના કારણે હવે કોઈ પણ લકવાગ્રસ્ત સહેલાઈથી ચાલી શકશે - લકવા ગ્રસ્ત દર્દી

ગુજરાતના પાટણ જિલ્લાના પ્રતિક પટેલ આમ તો સુરતના નવી સિવિલ હોસ્પિટલમાં MBBSની ડિગ્રી મેળવવા માટે આવ્યા હતા, પરંતુ ભણતરની સાથે તેમને જે વિચાર આવ્યો તે લકવા ગ્રસ્ત દર્દીઓ માટે વરદાન સાબિત થશે. વિદ્યાર્થીઓએ ખાસ પાવર એકસો સ્કેલેટન ડિઝાઇન( students designed an Axial skeleton)કર્યું છે. આ ચાર વિદ્યાર્થીઓની મહેનતના કારણે હવે લકવા ગ્રસ્ત દર્દી સહેલાઈથી ચાલી શકશે.

આ ચાર વિદ્યાર્થીઓની મહેનતના કારણે હવે લકવા ગ્રસ્ત દર્દી સહેલાઈથી ચાલી શકશે

author img

By

Published : May 17, 2022, 10:11 PM IST

સુરત: માત્ર 22 વર્ષના MBBSના વિદ્યાર્થીને લકવા ગ્રસ્ત દર્દીઓની સારવાર દરમિયાન વિચાર આવ્યો હતો કે તેઓ પોતાના કામકાજ માટે સ્વનિર્ભર બને અને કોઈ અન્ય વ્યક્તિ પર નિર્ભર ન રહે. આ માટે પાવર એક્સો સ્કેલેટન (Axial skeleton)બનાવવામાં આવે તેના આ વિચારને વાસ્તવિકતામાં પરિવર્તન કરવા માટે એસવીએનઆઈટી નિષ્ણાંત અને વિદ્યાર્થીઓએ પણ સહયોગ આપ્યો છે. જેના કારણે લકવા ગ્રસ્ત દર્દીઓને( Axial skeleton for paralyzed patient)હવે ઓટોમેટીક પાવર એકસો સ્કેલેટન મળી રહેશે.

પાવર એકસો સ્કેલેટન

લકવા ગ્રસ્ત દર્દીઓ માટે વરદાન સાબિત થશે - મૂળ ગુજરાતના પાટણ જિલ્લાના પ્રતિક પટેલ આમ તો સુરતના નવી સિવિલ હોસ્પિટલમાં MBBSની ડિગ્રી મેળવવા માટે આવ્યા હતા. પરંતુ ભણતરની સાથે દર્દીઓની સારવાર કરતી વેળાએ તેમને જે વિચાર આવ્યો તે લકવા ગ્રસ્ત દર્દીઓ માટે વરદાન સાબિત થશે. લકવાગ્રસ્ત દર્દીઓની સારવાર દરમિયાન આ ડોક્ટર પ્રતીક પટેલે જોયું કે દર્દીઓએ પોતાનું કામ કરવા માટે પોતાના સ્વજનોની રાહ જોવી પડે છે. તેઓ પોતાની રીતે કોઈ પણ કામ કરી શકતા નથી. ડો.પ્રતીકે વિચાર્યું કે આવા લકવા ગ્રસ્ત દર્દીઓ માટે ઉપયોગી બની શકે તેવી ઓટોમેટિક વ્લચેર કે અથવા કોઈ અન્ય ઉપકરણ બનાવવામાં આવે. પોતાના આ વિચારને પૂર્ણ કરવા માટે તેને દેશની જાણીતી સંસ્થા સરદાર વલ્લભભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર હર્ષદ દવેને ઇમેલ કર્યો હતો.

આ પણ વાંચોઃ Indian Railways Baby Berth: ભારતીય રેલવેએ શરૂ કર્યું 'બેબી બર્થ', જાણો શું છે ખાસિયત

ચાર એન્જિનિયરિંગના છાત્ર અને એક MBBS ના વિદ્યાર્થીઓની મહેનત - પ્રતિક પટેલના આ વિચારને જોઈ SVNITના નિષ્ણાતો પણ તેમની મદદ કરવા માટે આગળ આવ્યા હતા. ડો.હર્ષદ દવેના માર્ગદર્શન હેઠળ પ્રતિક પટેલ અને મિકેનિકલ એન્જિનિયરિંગના ચાર અન્ય વિદ્યાર્થી પરમ ભાવસાર, મનન ગોહિલ, શનિ બાગડે અને હર્ષ કાકડીયા ખાસ પાવર એકસો સ્કેલેટન ડિઝાઇન(Students designed an Axial skeleton) કર્યું છે. જે પેટર્ન પણ થઇ ગયું છે. ચાર એન્જિનિયરિંગના છાત્ર અને એક MBBSના વિદ્યાર્થીઓની મહેનતના કારણે હવે લકવા ગ્રસ્ત દર્દી સહેલાઈથી ચાલી શકશે.

આ પણ વાંચોઃ મોડાસાની યુવતીઓની શોધઃ નવજાત બાળકોના મગજનો લકવા અને વૃક્ષોમાં ઓક્સિજનના પ્રમાણ પર સંશોધન

અન્ય વ્યક્તિ પર નિર્ભર રહેવાની જરૂર પડશે નહીં - આ અંગે ડો.પ્રતિક પટેલે કહ્યું કે, પાવર એકસો સ્કેલેટન ફુલ્લી ઓટોમેટિક છે. જે અંગ કામ નથી કરતું તેનાથી વિપરીત અન્ય શરીરની માંસપેશીઓના સંકેતથી આ મશીન ચાલશે. સારવાર દરમિયાન અનેક દર્દીઓને જોયા હતા કે જેઓ લકવાગ્રસ્ત હતા. પરંતુ બીજા ઉપર નિર્ભર હતા. ત્યારે વિચાર આવ્યો કે આવા દર્દીઓ માટે કશું કરવાની જરૂર છે. આ ખાસ ઓટોમેટીક પાવર એકસોસકેલેટનના કારણે દર્દીને કોઇ અન્ય વ્યક્તિ પર નિર્ભર રહેવાની જરૂર પડશે નહીં. સરકાર તરફથી અમને અઢી લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ મળી હતી. આ મશીન સસ્તા ભાવે લોકોને આગામી દિવસોમાં મળી રહે એ અમારો પ્રયાસ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.