ETV Bharat / state

યુવતીએ મિત્રતા કરવાની ના પાડી તો યુવકે સોશિયલ મીડિયામાં કરી બદનામ, યુવતીના ફેક ID બનાવી લોકો સાથે કરી બિભત્સ વાતચીત - ફેક એકાઉન્ટ

સુરતઃ મિત્રતાદિનના બે દિવસ પહેલાં જ મિત્રતાના સંબંધને લજવે તેવો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં એક યુવકે 22 વર્ષીય યુવતી સાથે મિત્રતાનો સંબંધ કેળવવાની માંગણી કરી હતી. યુવતીએ મિત્રતા માટે ના પાડતાં યુવકે તેના ફેક એકાઉન્ટ બનાવી ફોટા વાયરલ કરવા ઉપરાંત લોકો સાથે બિભત્સ વાતચીત કરી બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે. પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Surat
author img

By

Published : Aug 3, 2019, 3:32 PM IST

મિત્રતા આ રીતે ન થાય, બસ આટલું જ સમજી જશો તો આવનારો મિત્રતાદિન તમારા માટે સફળ બની જશે. કોઈપણ સંબંધ બે વ્યક્તિની ઈચ્છાથી જ બંધાય છે. સુરતનો એક યુવક આ વાતને સમજી ન શક્યો. સેલ્સમેન તરીકે ફરજ બજાવતા અફઝલ મેમણે સોશિયલ મીડિયા પર એક યુવતી પાસે મિત્રતા કેળવવાની માંગણી કરી હતી. 12માં ધોરણની પરીક્ષા વખતે બંને વચ્ચે થોડો સંપર્ક થયો હતો.

યુવતીએ મિત્રતા કરવાની ના પાડી તો યુવકે સોશિયલ મીડિયામાં કરી બદનામ, યુવતીના ફેક ID બનાવી લોકો સાથે કરી બિભત્સ વાતચીત

બાદમાં યુવકે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર યુવતી પાસે મિત્રતાનો સંબંધ રાખવાની માંગણી કરતાં યુવતીએ ના પાડી હતી. જેથી અફઝલ મેમણે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર યુવતીના નામના ફેક એકાઉન્ટ બનાવ્યાં હતા. જેમાં યુવતીના ફોટા પણ અપલોડ કર્યા હતા. તેમજ યુવતીના નામે લોકોને મેસેજ કરી બિભત્સ વાતો કરતો હતો. જેની યુવતીને જાણ થતાં તેણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે પોલીસે અફઝલ મેમણની ધરપકડ કરી છે. અફઝલ ઉધના દરવાજા રિલાયન્સ મોલમાં પરફ્યુમની દુકાનમાં સેલ્સમેન છે. પોલીસે ઘટનામાં આ ઘટનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:સુરત : મહિલાના નામે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી મહિલાના ફોટો મુકી લોકો સાથે અશોભનીય વાતો કરનારને સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્‌યો હતો.

Body:અડાજણમાં 22 વર્ષની યુવતીએ મિત્રતા ન કરતા સેલ્સમેન અફઝલ મેમણએ યુવતીનું ફેક ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવીને તેમાં યુવતીના ફોટો અપલોડ કરી અલગ અલગ વ્યકિત સાથે યુવતીના નામે મેસેજ કરતો હતો. આ અંગે યુવતીને ખબર પડતા તેણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે અફઝલ મોહમદ ઝુબેર મેમણ ની ધરપકડ કરી છે. અફઝલ ઉધના દરવાજા રિલાયન્સ મોલમાં પરફયુમની દુકાનમાં સેલ્સમેન છે. યુવતીની ઘો-12ની બોર્ડની પરીક્ષા વખતે ઓળખાણ થઈ હતી. યુવતીએ મિત્રતા ન કરતા તેણે બદનામ કરવાનો કારસો રચ્યો હતો. Conclusion:ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનું યુવતીનું ફેક આઈડી બનાવીને તેમાં અફઝલે તેના મિત્રનો મોબાઇલ નંબર લખી દીધો હતો. જો કે હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

બાઈટ : આર.આર. સરવૈયા (એસીપી ક્રાઇમ બ્રાન્ચ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.