સુરતઃ સુરત રાજ્યમાં ઈ ચલણ જનરેટ કરવામાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે. રાજ્યભરમાં વન નેશન વન ચલણ શરૂ કરવામાં આવ્યું હતું. તેના અમલીકરણ માટે સુરત ટ્રાફિક પોલીસ 192 જેટલા કેમેરાથી બાજ નજર રાખી રહી છે. ગુજરાતના 4 મુખ્ય શહેરોમાં સેન્ટ્રલાઈઝ ડેટા ઉપલબ્ધ થાય છે. ઈ ચલણ પ્રાપ્ત થયા બાદ લોકો દેશમાંથી ગમે ત્યાં ઈ ચલણ ભરી શકે છે. ઈ ચલણ મળ્યા બાદ પણ જો લોકો ઈ ચલણ ન ભરે તો આરટીઓને લગતા કોઈ કામ થશે નહીં. અન્ય રાજ્યથી આવેલા લોકોને જ્યારે ઈ ચલણ મળે તો તેઓ દેશના કોઈ પણ સ્થળથી ઓનલાઇન અને ઓફલાઇન ઇ ચલણ ભરી શકે છે.
આ પણ વાંચોઃ Traffic Rules : ટ્રાફિક નિયમો તોડનારાઓની હવે ખેર નહીં, વન નેશન-વન ચલણ શરૂ
શહેરમાં લગાવાયા 192 કેમેરાઃ ટ્રાફિક વિભાગનાં ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 16મી જાન્યુઆરીથી વન નેશન, વન ચલણનું અમલીકરણ થઈ ગયું છે. ત્યારે હાલમાં શહેરમાં વિવિધ લાગેલા 192 કેમેરાની મદદથી વન નેશન, વન ચલણ અંતર્ગત ઈ ચલણ જનરેટ કરવામાં આવી રહ્યું છે. અગાઉ જે ઈ ચલણનો પ્રોજેક્ટ હતો. તેના કમ્પેરીઝનમાં આ જે વન નેશન, વન ચલણ એમાં સેન્ટ્રલાઈઝડ ડેટા ઉપલબ્ધ થવાના કારણે કોઈ પણ સ્ટેટનું વાહન ગુજરાત રાજ્યમાં એટલે સુરત સિટીમાં પ્રવેશે તો એમનો ઈ ચલણ સરળતાથી જનરેટ થઈ શકાય છે.
51,193 ઈ ચલણ જનરેટઃ સાથે તેમણે જણાવ્યું હતું કે, વાહન ચાલકો ઈ ચલણ ભરપાઈ ફક્ત ગુજરાત રાજ્યમાં જ નહીં, સમગ્ર દેશમાંથી ભરપાઈ કરી શકે છે. સાથે સાથે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં સૌથી વધારે 51,193 ઈ ચલણ જનરેટ કરવામાં આવ્યું છે, જે પ્રથમ ક્રમે છે. લોકો ટ્રાફિક નિયમમાં અંગે સજાગ બને તેમજ પોતાની સુરક્ષા માટે સજાગ બને તે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જો કોઈ વાહનચાલક સમય મર્યાદામાં ઈ ચલણની ભરપાઈ નહીં કરે તો આરટીઓને લગતા કોઈ પણ કામકાજ અટકી જશે.
આ પણ વાંચોઃ E Challan: અમદાવાદના વાહનચાલકોએ 8 વર્ષે પણ નથી ભર્યાં ઈ-ચલણ, આંકડો 300 કરોડ આંબી જતાં પોલીસ લાલઘૂમ
ડેટાબેઝ એનઆઈસી સેન્ટર ખાતે સ્ટોર થાય છેઃ તેમણે વધુમાં કહ્યું હતું કે, ઓનલાઈન અને ઓફલાઈન ઈચલણની ભરપાઈ કરી શકાય છે. ઈચલણ સીસીટીવી કેમેરાના માધ્યમથી જનરેટ કરી અને ફોટોના માધ્યમથી અને તેનું એપ્રુવલ લઈ એનઆઈસીનું જે સેન્ટ્રલાઈઝ ડેટાબેઝ છે. તેનું પુશપ કરવામાં આવે છે. ગુજરાત સરકારના જે 4 મુખ્ય શહેર છે. તેમાં વન નેશન વન ચલણ અમલીકરણ છે. તેમાં ડેટાબેઝ એનઆઈસી સેન્ટર ખાતે સ્ટોર થાય છે. જે પણ વાહનચાલક છે. તેમના મોબાઈલ પર તમામ વિગતો મોકલવામાં આવે છે. તો લિન્કના માધ્યમથી વાહનચાલક તમામ વિગતો અને ઈ ચલણ જોઈ શકે છે. સાથે ભરપાઈ પણ કરી શકે છે.