24મી સપ્ટેમ્બરથી શહેરના લાલભાઈ સ્ટેડિયમ પર ભારત અને સાઉથ આફ્રિકાની વિમેન્સ ક્રિકેટ ટીમ વચ્ચે પાંચ ટી-20ની શરૂઆત થનાર છે. જેને લઇને સુરત માટે આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હશે. આ મેચ સાથે સુરતમાં ટીમ ઇન્ડિયાના વિરાટ સહિતના ખેલાડીઓ પણ ક્રિક્રેટ રમતા જોવા મળે તે રસ્તો ખુલ્યો છે. અલબત્ત, તેના માટે એસડીસીએ ઘણી લોબિંગ કરવાની જરૂરિયાત છે. મોટાભાગની મેચ ડે-નાઇટ રહે એવી સંભાવના છે.
સાઉથ આફ્રિકા અને ઇન્ડિયા વચ્ચે પાંચ દિવસ સુધી સુરતમાં આ ક્રિકેટ સિરીઝ ચાલવાની છે. ત્યારે, સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લાલભાઇ ક્રિકેટ સ્ટેડિયમની માહિતી મુજબ ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ 16મી સપ્ટેમ્બરના રોજ સુરત ખાતે આવી પહોંચશે અને ત્યારબાદ બે પ્રેક્ટિસ મેચ રમી 25મી સપ્ટેમ્બરથી પાંચ ટી-ટવેન્ટી મેચની શરૂઆત કરશે. આ મેચો 25, 27, 30 સપ્ટેમ્બર અને 3જી તથા 5મી ઓકટોબરના રોજ રમાશે.