લાલગેટ વિસ્તારમાં આવેલા મનહર એપાર્ટમેન્ટમાં સાહેબ અલી અને તેની પત્ની લિપ્પા પોતાના બે સંતાનો સાથે રહે છે. તેમના બંને પુત્રો ઘરની બહાર હોય તેવા સમયે પતિ-પત્ની વચ્ચે પારાવારિક બાબતે ઝગડો થયો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતુ. જેમાં ગુસ્સે થયેલા પતિએ ચાકુના ઘા પતિ પર ઝીંક્યા હતા.
જ્યાં પત્નિનું મોત થયું હતુ. બાદમાં પતિએ પણ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પુત્ર સાગર ઘરે આવી પહોંચ્યો હતો, જ્યાં ઘરનું બારણું અંદરથી બંધ હતુ. બાદમાં તેણે આસપાસના સગા-સંબંધીઓને બોલાવતા બારણું તોડવામાં આવ્યું હતુ. જ્યાં ઘરે ઉપરના માળે એક તરફ માતાની લાશ અને પિતા ગંભીર હાલતમાં હોવાથી પુત્ર સહિત તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા.
આ બાબતની જાણ પોલીસને કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં તપાસ શરૂ કરી હતી. તેમજ સાહેબ અલીને સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પત્નિની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કૌટુંબિક ઝગડામાં ભોગ લેવાયો હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ પોલીસ નક્કર કારણ તપાસ કરવા માટે વધુ તપાસ કરી રહી છે.