ETV Bharat / state

પુત્રીના જન્મથી નારાજ પતિએ પત્નીને માર મારી તલાક આપવા કર્યુ દબાણ - સુરત પોલીસ કમિશ્નર

સુરતઃ દિકરીને જન્મ આપનાર મહિલાને ઢોર માર મારીને ઘરની બહાર ધકેલવામાં આવી હતી. પતિ સહિત સારીયાવાળા મહિલાને શારિરીક અને માનસિક ત્રાસ આપી તેને તલાક આપવા માટે દબાણ કરે છે. જેથી ઘરેલૂં હિંસાથી ત્રસ્ત મહિલા પોલીસ કમીશ્નરને અરજી કરી મદદ માગી રહી છે.

ETV BHARAT
author img

By

Published : Sep 7, 2019, 9:34 PM IST

હાથમાં અરજી અને બે માસની બાળકી સાથે ભાઠેના વિસ્તારમાં રહેતી મુસ્લિમ પરિણીતા સુરત પોલીસ કમિશ્નર કચેરી પહોંચી હતી. પુત્રની આશા રાખનાર પતિ અને સાસરિયા પક્ષના લોકોએ તેને ઘરમાં લેવાની ના પાડી દીધી છે. જ્યારથી તે ગર્ભવતી હતી ત્યારથી પીડિતા પોતાની માતા ના ઘરે રહે છે. પુત્રીના જન્મથી નારાજ પતિએ તેને ઘરે આવી ઢોર માર માર્યો હતો.

પુત્રીના જન્મથી નારાજ પતિએ પત્નીને માર મારી તલાક આપવા કર્યુ દબાણ

લગ્નને બે વર્ષ થઈ ચૂક્યા છે અને મહિલાએ પતિ પર આરોપ મુક્યા છે કે, તેને લગ્નના બે વર્ષ દરમિયાન અનેકવાર માર મરાયો હતો. ઘરમાં તાળા મારીને ગોંધી રાખવામાં આવતી હતી. દહેજ માટે દોઢ લાખ બદલે તલાક આપી દેવાની પણ પતિ નાજીમ શેખ દ્વારા અપાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, બે મહિનાની દીકરી સાથે પીડિતાના શરીર પરથી મારના નિશાન મળી આવ્યા હતાં. પરિણીતાનો પતિ નાજીમ કાપડ માર્કેટમાં મજૂરી કામ કરે છે. સાસુ, જેઠાણી અને નણંદ અને પતિ તમામ મારતા હોવાનો આરોપ મુક્યો હતો. હાલ મહિલાએ ન્યાય મેળવવા માટે પોલીસ કમિશ્નર કચેરીમાં અરજી કરી છે. આ અંગે સુરત પોલીસના PRO ACP પી.આર.ચૌધરીએ ટેલિફોનિક સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, હાલ અરજી મળી છે. મહિલા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોના આધારે તપાસ કરવામાં આવશે.

Intro:સુરતઃ બે માસની બાળકી સાથે સુરત પોલીસ કમિશ્નર કચેરી પહોંચેલી મુસ્લિમ મહિલાનવા પતિ માત્ર આ માટે તલાક આપવા માંગે છે કારણ કે તેણે એક બાળકી ને જન્મ આપ્યું છે..દીકરી જન્મી હોવાથી પતિ અને સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારીને દહેજની માંગણી કરવામાં આવી હતી.પતિએ માર મારી તલાક ની ચીમકી પણ આપી હતી.

Body:હાથમાં અરજી અને બે માસની બાળકી સાથે ભાઠેના વિસ્તારમાં રહેતી મુસ્લિમ પરિણીતા સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચી હતી. પુત્રની આશા રાખનાર પતિ અને સાસરિયા પક્ષના લોકોએ તેને ઘરમાં લેવાની ચોખી ના પાડી દીધી છે..જ્યારથી તે ગર્ભવતી હતી ત્યારથી પીડિતા પોતાની માતા ના ઘરે રહે છે. પુત્રીના જન્મથી નારાજ પતિએ તેને ઘરે આવી ઢોર માર માર્યો.લગ્નન બે વર્ષ થઈ ચૂક્યા છે.મહિલાએ આરોપ મુક્યા છે કે તેના લગ્નના બે વર્ષમાં અનેકવાર માર મરાયો હતો. ઘરમાં તાળા મારીને ગોંધી રાખવામાં આવતી હતી. દહેજ માટે દોઢ લાખ આપ નહિતર તલાક આપી દેવાની પણ પતિ નાજીમ શેખ દ્વારા ધમકી અપાતી હોવાનું પરિણીતાએ જણાવ્યું હતું..98

Conclusion:બે મહિનાની દીકરી સાથે પીડિતાના શરીર પરથી મારના નિશાન મળી આવ્યા હતાં. પરિણીતાનો પતિ નાજીમ કાપડ માર્કેટમાં મજૂરી કામ કરે છે. સાસુ, જેઠાણી અને નણંદ અને પતિ તમામ મારતા હોવાનો આરોપ મુક્યો હતો. પરિણીતાએ જણાવ્યું હતું કે,મને અને મારા પરિવારને છોકરી જન્મથી ખુશી નથી છોકરો જન્મ આપતે તો ખુશ થયા હોત.ઘરના વાસણથી લઈ ઢીકામુક્કીનો માર અને પકડથી પણ મારવામાં આવતા હોવાના પતિ પર આક્ષેપ કર્યાં હતાં. સલાબતપુરા પોલીસે કોઈ કાર્યવાહી ન કરી એટલે દીકરી સાથે બેઘર બની છે. દીકરીનો બાપ મોઢું જોયા બાદ આજદિન સુધી મળવા નથી આવ્યો. ખોળે દીકરી હોવા છતાં પતિ માર મારતો.બુરખો ફાડી ને જાનવરની જેમ તૂટી પડતો હોવાનો પરિણીતાએ વધુમાં આક્ષેપ કર્યો હતો. હાલ તેણે ન્યાય માટે અરજી પોલીસ કમિશ્નર કચેરી કરી છે આ અંગે ટેલિફોનિક જાણકારી આઓટ સુરત પોલીસ ના PRO ACP પી.આર.ચૌધરીએ જણાવ્યું કે હાલ અરજી મળી છે મહિલા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો ના આધારે તપાસ કરવામાં આવશે..

બાઈટ : પીડિત.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.