ETV Bharat / state

સુરત વિનસ હોસ્પિટલના RMO તરીકેની જવાબદારી નિભાવતા ડૉક્ટરનું કોરોનાથી મોત - ગુજરત કોરોના ન્યૂઝ

કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે, ત્યારે સુરતની વિનસ હોસ્પિટલમાં RMO તરીકે જવાબદારી નિભાવતા ડૉક્ટરનું કોરોનાથી મૃત્યુ થયું છે.

સુરત વિનસ હોસ્પિટલના RMO તરીકેની જવાબદારી નિભાવતા હિતેશ લાઠીયાનું કોરોનાથી મોત

author img

By

Published : Aug 5, 2020, 7:05 PM IST

સુરત : શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. ત્યારે કોરોનાએ વધુ એક ડૉક્ટરનો ભોગ લીધો છે. વિનસ હોસ્પિટલના RMO તરીકેની જવાબદારી નિભાવતા હિતેશ લાઠીયાનું કોરોનાથી મોત થયું છે. વિનસ હોસ્પિટલના સ્ટાફ દ્વારા કોરોના વોરિયર ડૉ. હિતેશ લાઠીયાને તિરંગામાં લપેટી ભાવભીની વિદાય આપી હતી.

34 વર્ષીય ડૉ. હિતેશ લાઠીયાનું કોરોનાથી મોત થયું છે. તેઓ વિનસ હોસ્પિટલના RMO હતા. હિતેશ લાઠીયા BHMS થયેલા હતા.

તેમણે એક મહિનો કોરોના વોર્ડમાં કામ પણ કર્યું હતું. ત્યારબાદ તેમને બીજી ડ્યૂટી અપાઈ હતી. 20 દિવસ પહેલા તાવ આવ્યો હતો જેથી તેમણે હોમ ક્વોરેન્ટાઈન કરી દેવાયા હતા.

જોકે, તાવ અને શ્વાસની તકલીફ વધી જતાં વિનસ હોસ્પિટલમાં જ દાખલ કરાયા હતા. 4 દિવસ વેન્ટિલેટર પર અને 5 દિવસ એડવાન્સ ECMO મશીન પર રખાયા હતા. જોકે તબિયતમાં કોઈ સુધારો થયો નહી.

તેઓ પત્ની, માતા અને બાળકો સાથે રહેતા હતા. આટલી ઉંમરે જીવ ગુમાવનારા હિતેશના પરિવાર પર જાણે આભ ફાટી ગયું છે. વિનસ હોસ્પિટલના સ્ટાફ દ્વારા ડૉ. હિતેશના મૃત દેહને તિરંગામાં લપેટી ભાવભીની વિદાય આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.