ETV Bharat / state

Hit and run Accident in Surat : સુરતમાં બાઈક ચાલકે અડફેટે લેતા મહિલા થઇ ઇજાગ્રસ્ત - હિટ એન્ડ રન

સુરતમાં હિટ એન્ડ રનની ઘટના (Hit and run Accident in Surat ) બની હતી. રોડ ક્રોસ કરવા જઇ રહેલી મહિલાને પૂરપાટ આવી રહેલા બાઇક ચાલકે અડફેટે લીધી હતી. આ અકસ્માતને પગલે મહિલા ગંભીરપણે ઇજાગ્રસ્ત થઇ હતી. મહિલાએ કતારગામ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Hit and run Accident in Surat : બાઈકચાલકે અડફેટે લેતા મહિલા ગંભીર ઇજાગ્રસ્ત, કતારગામ પોલીસે ફરિયાદ નોંધી

author img

By

Published : Jan 16, 2023, 7:06 PM IST

સુરત સુરતમાં હિટ એન્ડ રનની ઘટનાની વિગત જોઇએ તો બાઇક ચાલક દ્વારા મહિલાને અડફેટે લેવાનો આ બનાવ 9 જાન્યુઆરીએ બન્યો હતો. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ગજેરા સર્કલ મહાવીર નગર પાસે રોડ ક્રોસ કરવા જતી મહિલાને બાઈક ચાલકે અડફેટે લેતા મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. મહિતને તરત જ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મામલે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો વડોદરા ક્રાઈમ બ્રાન્ચે બાઇક ચોર ઝડપ્યો, વાહનચોરીના અનેક ગુનાનો આરોપી

બાઈકચાલકે અડફેટે લેતા મહિલા ગંભીર ઇજાગ્રસ્ત શહેરના કતારગામ વિસ્તારમાં ગજેરા સર્કલ મહાવીર નગર પાસે રોડ ક્રોસ કરવા જતી મહિલાને બાઈક ચાલકે અડફેટે લેતા મહિલાને હાથ પગમાં ફ્રેકચર અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. મહિલાને સઘન સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મામલે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ પણ વાંચો બાઇક સવારે મહિલાને મારી ટક્કર, વીડિયો થયો વાયરલ

કતારગામ પોલીસે ફરિયાદ નોંધી સૂત્રોની માહિતી અનુસાર 9 જાન્યુઆરીની રાતે 11 વાગ્યાની આસપાસ કતારગામ વિસ્તારમાં ગજેરા સર્કલ મહાવીર નગર પાસે 45 વર્ષીય મહિલા સુનીતા રાણા નામની મહિલા જેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતાં ત્યારે બાઈક નંબર - GJ21 BJ0777 જે નવસારી પાસિંગ બાઈક ગાડી પાર્થ રોહિતકુમાર દવે ભરપૂર ઝડપે સ્પોર્ટ્સ બાઈક હાંકી રહ્યા હતા. તેમણે આ મહિલાને અડફેટે લેતા મહિલાને હાથ પગમાં ફ્રેકચર અને માથામાં ગંભીર ઇજા પહોંચતા સરવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલાની હાલત ગંભીર હોવાનું માલુમ પડ્યું હતું..જેથી આ મામલે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

થોડા દિવસો પહેલાં સુરત પોલીસે 200થી વધુ બાઈક કબજે કરી હતી રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ થોડા સમય પહેલાં જ એવી જાહેરાત કરી હતી કે ધૂમ સ્ટાઇલમાં બાઈક ચલાવી લોકોને અડચણરૂપ બનતા લોકોને હવે પોલીસ છોડશે નહીં. માતાપિતા પોતાના બાળકોને સ્પોર્ટ્સ બાઈક આપે છે. સારી વાત છે. પણ હા એ બાઈકને જો ગમે તેમ ચાલવીને કોઈને નુકશાન પોહચાડવામાં આવશે તો તેને છોડવામાં આવશે નહી. ત્યારબાદ સુરત સહિત સમગ્ર રાજ્યમાં ધૂમ સ્ટાઇલમાં બાઈક ચલાવનાર લોકો ઉપર પોલીસે લાલ આંખ કરીને ઘણી બધી બાઈકો કબ્જે કરવામાં આવી હતી. તે દરમિયાન સુરત પોલીસ દ્વારા કુલ 200થી વધુ બાઈક કબજે કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.