ETV Bharat / state

સુરતનું પૌરાણિક ભીડભંજન મહાદેવ મંદિર, સ્વામીનારાયણ ભગવાને અહીં પૂજા કરી આર્શીવાદ લીધા હતાં - શ્રી સહજાનંદ સ્વામી ભગવાન

સુરતઃ દેવાધિદેવ મહાદેવને રિઝવવાનો અનેરો અવસર એટલે પવિત્ર શ્રાવણ માસ. આ મહિનામાં શહેરના તમામ મંદિરો હર-હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠે છે. આજે આપણે સુરતના આશરે 600 વર્ષ જૂના એવા પૌરાણિક મંદિરની વાત કરવાના છીએ જ્યાં સ્વયં સ્વામીનારાયણ ભગવાન દેવાધિદેવ મહાદેવ અને માતા લક્ષ્મીનું પુજન કરી પ્રસાદ લીધો હતો. સુરતના ભીડભંજન મહાદેવના મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોની પેઢી આજે પણ ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તો શું છે આ મંદિરનું રહસ્ય અને કઈ રીતે પડ્યું આ મંદિરનું નામ ભીડભંજન મહાદેવ મંદિર, જોઈએ આ અહેવાલમાં..

સ્પોટ ફોટો
author img

By

Published : Aug 3, 2019, 7:02 AM IST

ભીડભંજન મહાદેવના મંદિરમાં ભગવાન ઇશ્વરીય કૂવામાંથી સ્વપ્ન સંકેતથી પ્રગટ થયા હતા. આ મંદિર પાછળ જોડાયેલી પૌરાણિક કથા પ્રમાણે અહીં પુરૂષોતમ શ્રી સહજાનંદ સ્વામી ભગવાન સ્વામીનારાયણ પોતે અહીં પધાર્યા હતા. ભગવાને મંદિરમાં બિરાજમાન ભીડભંજન મહાદેવની પૂજા-અર્ચના અને અભિષેક કર્યો હતો. આ ઉપરાંત અહીં રાત્રી મુકામ કરી હરિભક્તોને આશીર્વાદ પણ આપ્યા હતા. આમ આ તીર્થધામમાં હરિહર અનોખું મિલન થયું હતું.

સુરતનું પૌરાણિક ભીડભંજન મહાદેવ મંદિર

કહેવાય છે કે મહાદેવને ઘીના કમળ અને શિવ મહાપૂજા અતિપ્રિય છે. પરમ શિવભક્ત રાવણે પણ અહીં આવીને કમળ પૂજા કરી ભગવાન શિવને પ્રસન્ન કરી વરદાન મેળવ્યું હતું. અહીં વિશ્વનું એકમાત્ર શિવાલય છે કે, જ્યાં આખા માગસર માસ દરમિયાન દેવાધિદેવ મહાદેવને ઘીના કમળ ચઢાવવામાં આવે છે.

અહીં ધાર્મિક કાર્યક્રમોની સાથે જ સામાજિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે. જેમાં બ્લડ ડોનેશન સહિત જાહેર ભંડારો પણ રાખવામાં આવે છે. અહીં સુરતની બહારથી પણ ભાવિક ભક્તો હજારોની સંખ્યામાં આવે છે અને ભોળાનાથના દર્શન કરી આશીર્વાદ મેળવે છે.

Intro:Body:

  VO-1 દેવાધિદેવ મહાદેવને રિઝવવાનો અનેરો અવસર એટલે પવિત્ર શ્રાવણ માસ.  આ મહિનામાં શહેરના તમામ મંદિરો હર-હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠે છે. આજે આપણે સુરતના આશરે 600 વર્ષ જૂના એવા પૌરાણિક મંદિરની વાત કરવાના છીએ જ્યાં સ્વયં સ્વામીનારાયણ ભગવાન દેવાધિદેવ મહાદેવ અને માતા લક્ષ્મીનું પુજન કરી પ્રસાદ લીધો હતો. સુરતના ભીડભંજન મહાદેવના મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોની પેઢી આજે પણ ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તો શું છે આ મંદિરનું રહસ્ય અને કઈ રીતે પડ્યું આ મંદિરનું નામ ભીડભંજન મહાદેવ મંદિર, જોઈએ આ અહેવાલમાં...

બાઈટ-1: જયેશભાઈ ભટ્ટ, પૂજારી, ભીડભંજન મહાદેવ મંદિર

VO-2 ભીડભંજન મહાદેવના મંદિરમાં ભગવાન ઇશ્વરીય કૂવામાંથી સ્વપ્ન સંકેતથી પ્રગટ થયા હતા. આ મંદિર પાછળ જોડાયેલી પૌરાણિક કથા પ્રમાણે અહીં પુરૂષોતમ શ્રી સહજાનંદ સ્વામી ભગવાન સ્વામીનારાયણ પોતે અહીં પધાર્યા હતા. ભગવાને મંદિરમાં બિરાજમાન ભીડભંજન મહાદેવની પૂજા-અર્ચના અને અભિષેક કર્યો હતો. આ ઉપરાંત અહીં રાત્રી મુકામ કરી હરિભક્તોને આશીર્વાદ પણ આપ્યા હતા. આમ આ તીર્થધામમાં હરિહર અનોખું મિલન થયું હતું. 

VO-3 કહેવાય છે કે મહાદેવને ઘીના કમળ અને શિવ મહાપૂજા અતિપ્રિય છે. પરમ શિવભક્ત રાવણે પણ અહીં આવીને કમળ પૂજા કરી ભગવાન શિવને પ્રસન્ન કરી વરદાન મેળવ્યું હતું. અહીં વિશ્વનું એકમાત્ર શિવાલય છે કે, જ્યાં આખા માગસર માસ દરમિયાન દેવાધિદેવ મહાદેવને ઘીના કમળ ચઢાવવામાં આવે છે. 

બાઈટ :શાંતાબેન (ભક્ત )

બાઈટ :સુધાબેન (ભક્ત )

VO-4 અહીં ધાર્મિક કાર્યક્રમોની સાથે જ સામાજિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે. જેમાં બ્લડ ડોનેશન સહિત જાહેર ભંડારો પણ રાખવામાં આવે છે. અહીં સુરતની બહારથી પણ ભાવિક ભક્તો હજારોની સંખ્યામાં આવે છે અને ભોળાનાથના દર્શન કરી આશીર્વાદ મેળવે છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.