ETV Bharat / state

કોરોના દર્દી અને તેના પરિવાર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવતું ‘હેલ્પ ડેસ્ક’ - latest news in surat

કોરોનાગ્રસ્ત દર્દીઓના સ્વાસ્થ્યના ખબર અંતર તેમના સ્વજનોને આપવા શરૂ કરવામાં આવેલું ‘હેલ્પ ડેસ્ક’ દર્દી અને તેના પરિવાર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવી રહ્યું છે. દર્દીઓના પરિવારજનોને સિવિલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સરળતાથી જાણકારી મળી શકે તેવા હેતુથી કોવિડ 19 હોસ્પિટલના પ્રાંગણમાં દર્દી અને સગા વચ્ચે સેતુરૂપ ‘હેલ્પ ડેસ્ક’ શરૂ કરવામાં આવ્યું છે.

SURAT
‘હેલ્પ ડેસ્ક’
author img

By

Published : Jul 22, 2020, 11:17 AM IST

સુરત: રાજ્ય સરકારના ખાસ ફરજ પરના અધિકારી મિલિંદ તોરવણે, મહેન્દ્ર પટેલ, એમ થેન્નારસનની નિગરાની હેઠળ શરૂ કરાયેલાં ‘હેલ્પ ડેસ્ક’ માં 37 કર્મચારીઓ 24 કલાર્ક ફરજ નિભાવી રહ્યા છે. હેલ્પ ડેસ્ક પર ફરજ બજાવતા ડૉ.વિનોદ વારલેકરે જણાવ્યું હતું કે, તા. 19 જુલાઈથી નવી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ ‘હેલ્પ ડેસ્ક’ શરૂ થયું છે. જેમાં સેવા ફાઉન્ડેશનના 15 સ્વયંસેવકો પણ ખભે ખભા મિલાવીને અમારી ટીમ સાથે કાર્ય કરી રહ્યા છે. હાલ દરરોજ દર્દીઓના સગા-વ્હાલાના 180 શહેરી વિસ્તાર જયારે 160 જિલ્લામાંથી 340 થી વધુ કોલ એટેન્ડ કરીએ છીએ. કોરોનાગ્રસ્ત દર્દીઓ જ્યારે એકલવાયાપણું અનુભવે ત્યારે કાઉન્સેલિંગ પણ કરીએ છીએ. અમે દિવસમાં એક વાર કોરોના વોર્ડમાં જઈને દર્દીઓને તેમના સગા સબંધીઓ સાથે વીડિયો કોલ પર દર્દીની વાત કરાવીએ છીએ.

આ ઉપરાંત, કોવિડ હોસ્પિટલના આઈ.સી.યુ વોર્ડના દર્દીના સ્વાસ્થ્ય અને સ્થિતિ કેવી છે એ જાણી એમના ઘરના સભ્યોને ફોન કરી જણાવીએ છીએ. પરિવારના સભ્યોએ કોઈ ચીજવસ્તુ મોકલવી હોય અથવા કોઈ સમસ્યા હોય તો પણ ફોન પર કહે છે, એનું નિવારણ પણ કરીએ છીએ.

કોરોના દર્દી અને તેના પરિવાર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવતું ‘હેલ્પ ડેસ્ક’

આ અંગે વધુમાં વાત કરતા ડૉ.વિનોદ વારલેકરે જણાવ્યું કે, સારવાર લઈ રહેલા દર્દીને તેમના સગાસંબંધી દ્વારા સૂકો નાસ્તો, કપડાં, મોબાઈલ, મોબાઈલ ચાર્જર જેવી જરૂરી ચીજવસ્તુઓ દર્દી સુધી સરળતાથી પહોંચાડીએ છીએ. ઘણા કેસોમાં અતિ ગંભીર પરિસ્થિતિઓમાં દર્દી સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં આવે ત્યારે ઘણાં દર્દીઓ અને તેમના પરિવારજનો અશિક્ષિત પણ હોય છે, ત્યારે તેમને કેસ કઢાવી આપવા અને સારવાર માટે કોવિડ ઓ.પી.ડી.માં ચેક અપ અને એડમિટ કરવાની પણ મદદ કરીએ છીએ.

હેલ્પ ડેસ્કની વ્યવસ્થા સાથે સંકળાયેલા સાયકોલોજિસ્ટ અમી પાઠકે જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે. જેમને શક્ય તમામ મદદ કરીએ છીએ અને કોરોના દર્દી સ્થિતિ વિશે જાણ કરીએ છીએ. કોઈ દર્દીની ગંભીર પરિસ્થિતિ હોય એવા સમયે પણ સ્વજનોને એમની હાલત વિશે જણાવીએ છીએ અને આશ્વાસન પણ આપીએ છીએ.

કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ દર્દી અને સ્વજન વચ્ચે સેતુરૂપ બનતી હેલ્પ ડેસ્ક આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે. દર્દીઓને કોડ નંબર આપવામાં આવે છે. જેના આધારે દર્દીઓની ઓળખ ઝડપીથી થઇ શકે છે. રાજય સરકારના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કોવિડ દર્દીઓ અને તેમના સ્વજનનો કોઇ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા સિવિલ કેમ્પસમાં ઊભી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.