સુરત: ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીને મોદી અટકને લઈ વિવાદિત નિવેદન આપવાના કેસમાં બે વર્ષની સજા કરી છે, સજાના એલાન બાદ રાહુલ ગાંધીનું પદ પણ રદ થઈ ગયું છે. જેના કારણે દેશભરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે. સુરત કોર્ટમાં ચાલી રહેલા કેસને લઈ સુરત કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈએ ખુલાસો કર્યો છે કે, કોંગ્રેસના નેતાઓએ સમજાવ્યું હતું કે, તેઓ માફી માંગી લે, પરંતુ તેઓએ જણાવ્યું હતું કે, "હું મારી વાતમાં કાયમ છું મેં ખોટું કર્યું નથી અને ક્યારે પણ માફી નહીં માંગુ."
બદનાક્ષીનો દાવો: વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી સુરતમાં બદનક્ષી કેસમાં દોષી જાહેર થયા હતા અને તેમને બે વર્ષની સજા થઈ હતી. લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં પ્રચાર સમયે તેઓએ મોદી અટકને લઈ વિવાદિત નિવેદન આપ્યું હતું. જેના કારણે સુરત પશ્ચિમના ભાજપના ધારાસભ્ય પુર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં તેમની સામે બદનાક્ષીનો દાવો કર્યો હતો. રાહુલ ગાંધી અગાઉ પણ પોતાના નિવેદનમાં જણાવી ચૂક્યા છે કે, તેઓ સાવરકર નહીં પરંતુ ગાંધી છે અને ગાંધી ક્યારે માફી નથી માંગતા.
મેં કોઈ ખોટું કર્યું નથી: હાલ પણ કોંગ્રેસના નેતાઓ જણાવી રહ્યા છે કે કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને માફી માંગવા માટે સમજાવ્યું હતું પરંતુ તેઓ અડગ રહ્યા હતા અને જણાવ્યું હતું કે તેઓએ કોઈ ભૂલ કરી નથી જેથી તેઓ માફી માંગશે નહીં. આ સમગ્ર મામલે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીને સમજાવ્યું હતું કે તેઓ માફી માંગી લે. પરંતુ રાહુલ ગાંધીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે મેં કોઈ ખોટું કર્યું નથી જેથી હું માફી નહીં માંગું. હું મારી વાત પર કાયમ છું.
Rahul Gandhi Allegations: પીએમ મોદી અદાણી સાથે કેટલી વાર વિદેશ ગયા? સંસદમાં રાહુલ ગાંધીના મોટા આરોપ
હું ક્યારેય પણ નહીં માફી માગું: સાથે હસમુખ દેસાઈ એ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ અમને કહ્યું હતું કે દેશમાં ભ્રષ્ટાચાર કરી લોકો ભાગી ગયા છે દેશના પૈસા લઈને ભાગી ગયા છે. હું તેમના વિરુદ્ધ બોલ્યો છું કોર્ટ જે કંઈ પણ ચુકાદો આપે હું માફી માંગીશ નહીં. હું ક્યારેય પણ નહીં માફી માગું.હું ભ્રષ્ટાચાર સામે લડીસ. હું દેશની પ્રજા સાથે રહિસ .તેમની માટે લડતો રહીશ. આ નિવેદન રાહુલ ગાંધી એ કોર્ટમાં પણ આપ્યું હતું. તેઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા હતા કે તેઓ કોઇ પણ સંજોગે માફી માંગશે નહીં કારણકે તેઓ દેશની જનતા માટે આ નિવેદન આપ્યું હતું.