આજથી 21 વર્ષ પહેલા ભરતભાઇ વઘાસિયા દ્વારા સ્વ ખર્ચે બટુક ભોજનની શરૂઆત કરવામાં આવી હતી. 200 બાળકોના ભોજનથી શરૂ થયેલા ગુરૂપુર્ણિમાં મહોત્સવની ઉજવણીમાં આજે 40 હજાર લોકો ભોજન પ્રસાદનો લાભ લઇ રહ્યા છે. બગદાણા બજરંગ દાસ બાપાની પરંપરા મુજબ ભક્તોને ભોજન કરાવવાની પ્રથા ગુરુ પૂર્ણિમા નિમિત્તે બાપા સીતારામ ગ્રુપ દ્વારા અવિરત રાખવામાં આવી છે. બાપાએ ક્યારેય કોઇ જ્ઞાતિ જાતિ કે ઉચ-નીચના ભેદભાવો રાખ્યા નથી. એ પરંપરા અનુસાર આ વિસ્તારમાં પણ દરેક જ્ઞાતિ, દરેક સમાજના લોકો એક સાથે બેસીને ભોજન ગ્રહણ કરે છે.
ગૂરુપુર્ણિમાના બે દિવસ અગાઉથી આ માટેની તૈયારીઓ કરવી પડે છે. 500થી વધારે સ્વયંસેવક ભાઇ-બહેનો આ સેવાનું કાર્ય કરવા માટે એકત્ર થાય છે. કરંજ વિસ્તારની વિવિધ સોસયટીઓના મહિલા મંડળો અને સેવાભાવી સંસ્થાઓ સેવા માટે જોડાઇ છે. 11 મહિલા મંડળોમાં બાપા સીતારામ મહિલા મંડળ, મોતીનગર મહિલા મંડળ, ભોળાનગર મહિલા મંડળ, કમલપાર્ક મહિલા મંડળ, નીલકંઠ મહિલા મંડળ, ભગીરથ મહિલા મંડળ, રામરાજ્ય સોસાયટી અને સપના સોસાયટી મહીલા મંડળ સહિતના મંડળઓની બહેનોએ 1 લાખ લાડુ તૈયાર કરવા માટે જરૂરી સેવા આપી હતી. હવે ભાઇઓ દ્વારા ભોજન માટેની તમામ વ્યવસ્થા સંભાળવામાં આવશે.
ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓ..
1.11 લાખ લાડુ બનાવવા તેમજ ભોજન પ્રસાદ માટે જરૂરી સામગ્રીમાં...
- 700 કિલો ચણા દાળ
- 700 કિલો ખાંડ
- 40 કિલો ઘી
- 50 ડબ્બા તેલ
- 11000 કિલો ખમણ
- 700 કિલો ચોખા
- 500 કિલો તુવેરદાળ