ઉજ્જૈનઃ તાજેતરમાં અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીની ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈને બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા છે. અમેરિકા સહિત ભારતમાં પણ ટ્રમ્પના ઘણા સમર્થકો છે, ત્યારે બાબા મહાકાલના શહેરમાં આવેલા એક ભક્તે બાબા મહાકાલેશ્વરને લગભગ 200 યુએસ ડોલરની ચલણી નોટનો હાર અર્પણ કર્યો હતો.
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને વિજયી જાહેર કર્યા બાદ બાબા મહાકાલના ભક્તે બાબા મહાકાલેશ્વરને લગભગ 200 અમેરિકી ડોલરની કિંમતનો હાર અર્પણ કર્યો હતો. બાબા મહાકાલને માળા અર્પણ કર્યા બાદ તેને દાન પેટીમાં મુકવામાં આવી હતી.
મહત્વપૂર્ણ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત આઠ વર્ષ પહેલાં રાષ્ટ્રપતિ બન્યા હતા પરંતુ 2020માં ટ્રમ્પને જો બાઇડને સત્તામાંથી બહાર કર્યા હતા. આ વખતે ટ્રમ્પે કમલા હૅરિસને હરાવ્યાં છે. ગઈ વખતની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર પછી ટ્રમ્પ સમર્થકોએ કૅપિટલ હિલ વિસ્તારમાં તોફાનો કર્યાં હતાં જેની ડેમૉક્રેટિક પાર્ટીએ ટીકા કરી હતી.
#WATCH उज्जैन, मध्य प्रदेश: अमेरिका में राष्ट्रपति चुनाव में डोनाल्ड ट्रंप के विजयी घोषित होने के बाद बाबा महाकाल की नगरी में आए एक भक्त ने बाबा महाकालेश्वर को करीब 200 अमेरिकी डॉलर की माला भेंट की।
— ANI_HindiNews (@AHindinews) November 16, 2024
(सोर्स: मंदिर पुजारी) pic.twitter.com/BmXeb7GnzK