ETV Bharat / state

બીજું શૈક્ષણિક સત્ર શરૂ, છતાં પણ કચ્છની 1665 શાળાઓમાં 2600થી પણ વધુ શિક્ષકોની ઘટ - SHORTAGE OF TEACHER IN KUTCH

સરહદી જીલ્લા કચ્છની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની 1665 જેટલી સરકારી શાળાઓમાં હાલમાં 2600થી પણ વધારે શિક્ષકોની ઘટ છે.

કચ્છની 1665 શાળાઓમાં 2600થી પણ વધુ શિક્ષકોની ઘટ
કચ્છની 1665 શાળાઓમાં 2600થી પણ વધુ શિક્ષકોની ઘટ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 16, 2024, 9:16 PM IST

કચ્છ: દિવાળી વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે અને સોમવારથી રાબેતા મુજબ શાળાઓમાં અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે ત્યારે રાજ્યમાં એવી અનેક શાળાઓ છે જ્યાં શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. તો સરહદી જીલ્લા કચ્છની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની 1665 જેટલી સરકારી શાળાઓ આવેલી છે જેમાં હાલમાં 2600થી પણ વધારે શિક્ષકોની ઘટ છે.

કચ્છ શિક્ષણ સમિતિ હસ્તકની 1665 જેટલી સરકારી શાળાઓ: જિલ્લા પ્રાથમિક શિક્ષક અધિકારી બી.એમ. વાઘેલાએ જણાવ્યું હતું કે,'એમાં તો, કચ્છ જિલ્લામાં સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઈનાન્સ શાળાઓ મળીને અંદાજિત 2100 જેટલી શાળાઓ છે. પરંતુ હાલમાં જે વિદ્યા સહાયક ભરતી આવી છે તે માત્ર જિલ્લા શિક્ષણ સમિતિ માટેની શાળાઓ માટેની છે. કચ્છની 1665 જેટલી શાળાઓમાં પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક એમ બે વિભાગ ચાલે છે. હાલમાં સરકારની મંજૂરી મુજબ 1670 જેટલી જગ્યાઓ માટે હાલમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

કચ્છની 1665 શાળાઓમાં 2600થી પણ વધુ શિક્ષકોની ઘટ (Etv Bharat Gujarat)

આગામી 20 અને 21 નવેમ્બરના રોજ શિક્ષકોની જિલ્લા ફેરબદલી માટેના કેમ્પ: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 5 અને ધોરણ 6થી 8 એમ બન્ને વિભાગો માટે 23,852 વિદ્યાસહાયકની ભરતી પ્રક્રિયા માટે તારીખ 7 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી ઓનલાઇન અરજી માટે સૂચનો જાહેર કર્યા હતા. તો આગામી 20 અને 21 નવેમ્બરના રોજ શિક્ષકોની જિલ્લા ફેરબદલી માટેના કેમ્પ પણ યોજાશે જેથી જીલ્લામાં હજુ પણ શિક્ષકોની ઘટ વધારે વર્તાશે.તો આગામી સમયમાં જે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેના થકી ભરતી માટેની અરજીઓ પણ વધશે.

કચ્છમાં કુલ મહેકમ 10,095ની સામે 2600 જેટલા શિક્ષકોની ઘટ: કચ્છ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં કુલ મહેકમ 10,095 જેટલું મહેકમ છે જે પૈકી 2600 જેટલા શિક્ષકોની ઘટ હાલમાં છે. જેમાંથી કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ પૂરવા માટે 1670 જેટલી જગ્યાને ભરવામાં આવશે. આમ તો જિલ્લા ફેરબદલી કેમ્પ બાદ બની શકે છે કે જેટલા નવા શિક્ષકોની ભરતી થશે તેનાથી પણ વધુ કચ્છ મૂકીને શિક્ષકો પોતાના વતનમાં બદલી કરાવી ચૂક્યા હશે.

જિલ્લા ફેરબદલી કેમ્પ બાદ કચ્છમાં શિક્ષકોની ઘટમાં વધારો નોંધાશે: ઉલ્લેખનીય છે કે આ અગાઉ જિલ્લામાં શિક્ષકોની ઘટ ઓછી કરવા માટે હંગામી ધોરણે ફિક્સ વેતનથી 947 જેટલા જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી હતી, જે પૈકી મોટાભાગના જ્ઞાન સહાયકોએ નોકરી મૂકી દીધી છે.જેથી જોવું એ રહ્યું કે આગામી સમયમાં જિલ્લા ફેરબદલી કેમ્પ બાદ કચ્છમાં શિક્ષકોની ઘટમાં કેટલો વધારો થાય છે અને શિક્ષણ શાખા દ્વારા આ ઘટને પૂરવા માટે શું પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો:

  1. ઉપલેટામાં ચકચારી પાર્સલ બોમ્બકાંડના આરોપીનો નિર્દોષ છુટકારો, જાણો સમગ્ર ઘટના શું હતી?
  2. રબારી સમાજનું શૈક્ષણિક સંકુલનું સપનું થયું પૂરું થશે, 13 કરોડનું દાન મળ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.