સુરત: કોરોના વાઈરસના એકબાદ એક પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારો દેશમાં વધી રહેલા કોરોના વાઈરસના પોઝિટિવ કેસો લઈ ચિંતિત જોવા મળી રહી છે. કોરોના વાઈરસની આ લડાઈમાં સરકારની સાથે ખંભાથી ખંભા મિલાવી અલગ અલગ સંસ્થાઓ તેમજ સરકારી કર્મચારીઓ આગળ આવ્યા છે. જેમાં ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા પોતાના તમામ તલાટીઓનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવાની જાહેરાત કરી છે.
ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ પોતાનો એક દિવસનો પગાર સરકારને કરોના વાઈરસ સંક્રમણને અટકાવવા માટે અર્પણ કરવાનું છે. રાજ્યમાં કુલ 11,500 તલાટી કમ મંત્રીઓ છે. જેમના પગારની રકમ અંદાજીત રૂપિયો બે કરોડ થાય છે. આ જાહેરાત ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના પ્રમુખ ભરતભાઇ આહિર દ્વારા કરવામાં આવી છે.