સુરત : ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો (Tejasvi Surya visit Surat) જાહેર કરી દેવામાં આવી છે. જેને લઈને ગુજરાતની તમામ પાર્ટીઓ એક્શન મોડમાં આવી ગઈ છે. તમામ પાર્ટીઓ પોત પોતાના ઉમેદવારો માટે જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે સુરતના 159 પૂર્વ વિધાનસભામાં દેશના લોકસભામાં સાંસદ આવે ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સુર્યે મોટી જનસભા સંબોધી હતી. આ જનસભામાં તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. (Bharatiya Janata Yuva Morcha Chairman)
તેજસ્વી સુર્યનું AAPને લઈને નિવેદન તેજસ્વી સુર્યએ આપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, આ આમ આદમી પાર્ટી નથી આ JJP છે. JJPનો મતલબ જનામત જપ્ત પાર્ટી છે. આ પાર્ટી દરેક ચૂંટણીઓમાં ગોવા, ઉત્તર પ્રદેશ તથા ઉતરાખંડ હોય દરેક રાજ્યમાં ચૂંટણીના સમયે તેઓ જાય છે. દરેક વિધાનસભાના સીટ ઉપર તેમની જમાનત થઈ જાય છે. આ પાર્ટીની વિશેષતાઓ છે અમે ગુજરાતમાં પણ આ જ થવાનું છે. (Tejashwi Surya Attack AAP)
રાહુલ ગાંધીએ વીર સાવરકરના નિવેદન લઈને રાહુલ ગાંધીની વીર સાવરકરને લઈને નિવેદને આપ્યું હતું. તેને લઈને તેજસ્વી સુર્યે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી આજથી નહી પરંતુ જ્યારે સાવરકર જીવિત હતા, ત્યારે પણ સાવરકર વિરુદ્ધ અપમાન કોંગ્રેસ પાર્ટીએ કર્યું હતું. સાવરકરનું અપમાન નહેરુએ પણ કર્યું હતું. આજે રાહુલ ગાંધી પણ કરી રહ્યા છે. આવા સમયે સાવરકર જેવા રાષ્ટ્રભક્તના અપમાન કરી પોતાના વોટ બેન્ક માટે કામ કરી રહી છે. જો રાહુલ ગાંધી સાવરકરની ટીકા કરે તો શું તેઓ ઝીણાની લાઇનનું સમર્થન કરે છે. (Tejashwi Surya Attack Congress)
મોદી PM બન્યા બાદ દેશ આઝાદ થયો વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત દેશ આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક રૂપના વાતાવરણમાં ફસાઈ ગયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવ્યા બાદ નવા ભારત દેશની રચના થઈ ચૂકી છે. આજ આઝાદીને આઝાદી કા અમૃત મહોત્સવમાં નવું તાકાતવર ભારતનું નિર્માણ કરવું આજના યુવાઓનું દાયિત્વ છે. (Gujarat Assembly Election 2022)