ETV Bharat / state

સુરતમાં એર ક્વોલિટીની માપણી કરનાર મશીન બંધ - સુરતમાં પ્રદૂષણ

સુરત: છેલ્લા એક અઠવાડિયાથી સુરતમાં ધુમ્મસની અસર જોવા મળી રહી છે. જેના કારણે શહેરમાં એર ક્વોલિટીની માપણી કરવા મશીન મુકવામાં આવ્યા છે. આ મશીનો અઠવાડિયામાં બે વખત 48 કલાક સુધી ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. છતાં તે બંધ હાલતમાં જોવા મળે છે. મશીનો માત્ર ગણતરીની મિનિટ સુધી જ ચલાવવામાં આવે છે. કાર્બનની માપણી માટે જે જાળી હોવી જોઇએ તેમાં પાતળી જાળીની જગ્યાએ મચ્છરદાનીની જાળી લગાવવામાં આવી છે. જેના કારણે કાર્બનના કણો તેમાં ટકતા નથી.

GPCB machine Not working in Surat
સુરતમાં એર ક્વોલિટીની માપણી કરનાર મશીન બંધ
author img

By

Published : Nov 26, 2019, 5:13 PM IST

સુરત ઔદ્યોગિક શહેર તરીકે પોતાની ઓળખ ધરાવે છે. શહેરનો કચરો જ્યાં જમા થાય છે, તે ડમ્પિંગ યાર્ડના કચરાને સળગાવવામાં આવતા કચરો કન્સ્ટ્રકશન સાઈડ અને રોડ ઉપર આવનાર કણોના કારણે પ્રદુષણની માત્રા દિવસે દિવસે વધી રહી છે. શિયાળાની ઋતુ શરૂ થતા હવામાં કાર્બનના કણ નીચે આવી જતા હોય છે. જેના કારણે લોકોને શ્વાસ લેવાની તકલીફ શરૂ થઇ જાય છે. જ્યારે બીજી બાજુ દિલ્હીગેટ અને ભાગળ વિસ્તારમાં પ્રદૂષણની માપણી કરવા માટે જે મશીન લગાવવામાં આવ્યા છે. તેમાં મોટી જાળીની મચ્છરદાની લગાવી દેવામાં આવી છે. હવામાં કાર્બનની તપાસ કરવા માટે મશીનોમાં જાળી લગાવવામાં આવી છે, પરંતુ જાળી જોઇને અંદાજ લગાવી શકાય કે, આ જાળીમાં કાર્બનના કણો ટકી શકતા નથી અને નીકળી જાય છે. જેના કારણે હવામાં કાર્બનની માત્રા જાણી શકાતી નથી.

સુરતમાં એર ક્વોલિટીની માપણી કરનાર મશીન બંધ
આ મશીનોને ચલાવવા માટે અઠવાડિયામાં બે દિવસનો આદેશ આપવામાં આવ્યો છે, તેમ છતાં મશીનો માત્ર ગણતરીની મિનિટો માટે ચલાવવામાં આવે છે. આ અંગે જ્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રીજનલ ઓફિસ પર ટેલિફોનિક સંપર્ક કરી પરાગ દવેને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, સુરતમાં પ્રદૂષણની કોઈ સમસ્યા નથી. અઠવાડિયામાં બે દિવસ લગભગ 48 કલાક સુધી મશીન ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેનો ડેટા અમે ગાંધીનગર મોકલમાં આવ્યા છે, જેનું શિડયુલ એક મહિના પહેલા જ બની જાય છે અને અમે 60 યુનિટોને નોટિસ પણ મોકલી છે. એમ કહી પોતાના હાથ ખંખેરી નાખ્યા હતા.સુરતમાં મંગળવારના રોજ એર પ્રદુષણને કારણે દરેક ઘરમાં ખાંસી, શરદી અને કફની બીમારી જોવા મળી રહી છે, ત્યારે પ્રદુષણ અધિકારી પોતાની જવાબદારીમાંથી છટકીને લોકોની જિંદગી સાથે ખિલવાડ કરી રહ્યાં છે.

Intro:સુરત : છેલ્લા એક અઠવાડિયાથી સુરતમાં ધુમ્મસની અસર જોવા મળી રહી છે. જેના કારણે શહેરમાં એર ક્વોલિટીની માપણી કરવા મશીન મુકવામાં આવ્યા છે. આ મશીનો અઠવાડિયામાં બે વખત 48 કલાક સુધી ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે તેમ છતાં તે બંધ હાલતમાં જોવા મળે છે.મશીનો માત્ર ગણતરીની મિનિટ સુધીજ ચલાવવામાં આવે છે. કાર્બનની માપણી માટે જે જાળી હોવી જોઇએ તેમાં પાતળી જાળીની જગ્યાએ મચ્છરદાનીની જાળી લગાવવામાં આવી છે જેના કારણે કાર્બનના કણો તેમા ટકતા નથી.

Body:સુરત ઔદ્યોગિક શહેર તરીકે પોતાની ઓળખ ધરાવે છે. શહેરનો કચરો જ્યાં જમા થાય છે તે ડમ્પિંગ યાર્ડના કચરાને સળગાવવામાં આવતા કચરો કન્સ્ટ્રકશન સાઈડ અને રોડ ઉપર આવનાર કણોના  કારણે પ્રદુષણની માત્રા દિવસે દિવસે વધી રહી છે. સાથે શિયાળાની ઋતુ શરૂ થતા હવામાં કાર્બન ના કણ નીચે આવી જતા હોય છે. જેના કારણે લોકોને શ્વાસ લેવાની તકલીફ શરૂ થઇ જાય છે. જ્યારે બીજી બાજુ દિલ્હીગેટ અને ભાગળ વિસ્તારમાં પ્રદૂષણની માપણી કરવા માટે જે મશીન લગાવવામાં આવ્યા છે તેમાં મોટી જાળીની મચ્છરદાની લગાવી દેવામાં આવી છે. હવામાં કાર્બન ની તપાસ કરવા માતે મશીનો માં જાળી લગાવવામાં આવી છે પરંતુ જાળી જોઇને અંદાજ લગાવી શકાય કે આ જાળીમાં કાર્બનના કણો ટકી શકતા નથી અને નીકળી જાય છે જેના કારણે હવામાં કાર્બનની માત્રા જાણી શકાતી નથી.

આ મશીનોને ચલાવવા માટે અઠવાડિયામાં બે દિવસનો આદેશ આપવામાં આવ્યો છે તેમ છતાં મશીનો માત્ર ગણતરીની મિનિટો માટે ચલાવવામાં આવે છે.આ અંગે જ્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રીજનલ ઓફિસ પર ટેલિફોનિક સંપર્ક કરી પરાગ દવેને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યુ હતુ કે સુરતમાં પ્રદૂષણ ની કોઈ સમસ્યા નથી. અઠવાડિયામાં બે દિવસ લગભગ 48 કલાક સુધી મશીન ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેનો ડેટા અમે ગાંધીનગર મોકલતા આવ્યા છે જેનું શિડયુલ એક મહિના પહેલા જ બની જાય છે અને અમે 60 યુનિટોને નોટિસ પણ મોકલી છે એમ કહી પોતાના હાથ ખંખેરી નાખ્યા હતા.

Conclusion:સુરતમાં આજે એર પ્રદુષણ ને કારણે દરેક ઘરમાં ખાંસી, શરદી અને કફની બીમારી જોવા મળી રહી છે ત્યારે પ્રદુષણ અધિકારી પોતાની જીમેંદારીમાંથી છટકીને લોકોની જિંદગી સાથે ખિલવાડ કરી રહ્યા છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.