ETV Bharat / state

સુરતના આ શિક્ષકે યુટ્યુબના માધ્યમથી ગરીબ અને રૂરલ વિદ્યાર્થીઓનો આ રીતે કરી મદદ - Sant Dongreji Maharaj Primary School

સુરત શહેરના એક શિક્ષકે શિક્ષકની ગરીમાં બતાવી છે અને ગાંધીજીના વાક્યને ચરિતાર્થ કરાયા હતા. જે વિદ્યાર્થીઓ ગરીબ અને ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે તેવા વિદ્યાર્થીઓ માટે નરેશ મહેતાએ યુટ્યૂબ પર 650 જેટલા વીડિયો બનાવ્યા હતા અને શાળા ડ્રોપ કરનારા 200 થી વધુ બાળકોને ધોરણ 10ની પરીક્ષા આપવા મદદ પણ કરી હતી.

ગરીબ અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે સરકારી શાળાના શિક્ષક નરેશ મહેતાએ યુટ્યૂબ પર 650 જેટલા વીડિયો બનાવ્યા

author img

By

Published : Sep 5, 2020, 12:48 PM IST

Updated : Sep 5, 2020, 1:56 PM IST

સુરત: આજે 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે “બાળક અથવા મનુષ્યના શરીર, મન અને આત્મામાં, શ્રેષ્ઠ જે કાંઈ છે તે બધું બહાર આવવું એને હું શિક્ષણ કહું છું અને જે તે આપી શકે એ જ સાચો શિક્ષક. ગાંધીજીના આ વાક્યો સુરતના શિક્ષક નરેશ મહેતા દ્વારા ચરિતાર્થ કરાયા છે. જે વિદ્યાર્થીઓ ગરીબ અને ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે તેવા વિદ્યાર્થીઓ માટે નરેશ મહેતાએ યુટ્યૂબ પર 650 જેટલા વીડિયો બનાવ્યા છે અને સહેલાઇથી વીડિયો મળી રહે આ માટે QR કોડ પણ તૈયાર કર્યા છે. આટલું જ નહી શાળા ડ્રોપ કરનારા 200 થી વધુ બાળકોને ધોરણ 10ની પરીક્ષા આપવા મદદ પણ કરી હતી.

સુરતના સંત ડોંગરેજી મહારાજ સરકારી શાળાના શિક્ષક ગરીબ અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે વરદાન બની ગયા છે. આદર્શ શિક્ષક કેવી રીતે વિદ્યાર્થીઓના ઉત્થાન માટે કટીબદ્ધ હોય છે તે સુરતના શિક્ષક નરેશ મહેતાએ સાબિત કર્યું છે. ગરીબ અથવા તો મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ મોંઘા કોચિંગ કરી શકતા નથી. આવા વિદ્યાર્થીઓ ઘરમાં જ રહી નિશુલ્ક કોચિંગ મેળવી શકે છે. આ માટે નરેશ મહેતાએ યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. જેમાં તેમણે 650 વીડિયો વિદ્યાર્થીઓ માટે અપલોડ કર્યા છે. તેના QR કોડ રીલીઝ પણ તેઓએ કર્યા છે. જેથી નબળી પરિસ્થિતીના વિદ્યાર્થીઓ વીડિયો પરથી વિનામૂલ્યે માર્ગદર્શન મેળવી શકે. લોકડાઉનના સમયે તેમના યુ ટ્યુબ ચેનલનો લાભ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લીધો હતો.

ગરીબ અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે સરકારી શાળાના શિક્ષક નરેશ મહેતાએ યુટ્યૂબ પર 650 જેટલા વીડિયો બનાવ્યા
સારા માર્ક્સ લાવવા પ્રાઇવેટ શાળાઓના વિદ્યાર્થીઓ મોંઘા કોચિંગ લેતા હોય છે, ત્યારે ફી ન ભરી શકનારા વિદ્યાર્થીઓ માટે સુરત નગર પ્રાથમિક શાળા ક્રમાંક 114 સંત ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળાનાં આચાર્ય નરેશ મહેતાએ એવા નવી પેપર સ્ટાઇલના દાખલાના સોલ્યુશનના વીડિયો અને તેના QR કોડ તૈયાર કર્યા છે. ગણિતનું પેપર દરેક વિદ્યાર્થી અને વાલીઓ માટે મોટા પડકાર સમાન છે. ગણિત જેવા વિષયનું પેપર વિદ્યાર્થીઓ સરળતાથી આપી શકે તે માટે સરકારી શાળાના શિક્ષક દ્વારા આ પહેલ કરી છે. તેમણે "નરેશ મહેતાએડયુ'' ચેનલ પર વીડિયો અપલોડ કર્યા છે. QR કોડના માધ્યમથી વીડિયો જોઈ વિદ્યાર્થીઓને તમામ દાખલાઓ સમજવામાં આસાન થઈ જાય છે. જો વિદ્યાર્થીઓ કોઇ ચેનલ કે. વોટ્સએપમાં લિંક ન મેળવી શકે તો કોડ સ્કેન કરીને વીડિયો નિહાળી શકશે. તેમના ગણિત,અંગ્રેજી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓનાં વીડિયો અત્યાર સુધીમાં 6 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ જોઇ ચુક્યા છે.આ સાથે જ શિક્ષક નરેશ મહેતા દર વર્ષે કોઇપણ કારણસર અભ્યાસ છોડી દેનારા દીકરીઓને એક્ષ્ટર્નલ પરીક્ષા માટે ફ્રીમાં તૈયારી કરાવે છે. શાળા ડ્રોપ કરનારા આશરે 35 થી 40 દીકરીઓ દર વર્ષે તેમના કારણે ધોરણ 10નું પરીક્ષા આપે છે. 5 વર્ષમાં 215 દીકરીઓએ ધોરણ-10 અને 12ની પરીક્ષા આપી ચૂકી છે. ધોરણ 10ની પરીક્ષા આપનારા કેટલીક દીકરીઓની ઉંમર 22 વર્ષ પણ છે.એવું જ નહીં નરેશ મહેતાએ બાલમંદિર અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે કાર્ટૂનના અવાજમાં કાર્ટુન બોલતા હોય એવા વીડિયો પણ તૈયાર કર્યા છે. જેથી બાળકો રમત રમીને પણ શિક્ષણનો લાભ લઇ શકે છે.

Last Updated : Sep 5, 2020, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.