ETV Bharat / state

GoldenMan of Surat: સુરતના ગોલ્ડન મેન તરીકે ઓળખાતા જાફરની ધરપકડ

સુરતના ગોલ્ડન મેન તરીકે (Golden Man of Surat) ઓળખાતા જાફર ઉર્ફે ગોલ્ડન રહીમખાન પઠાણને સુરતની સલાબતપુરા પોલીસે( Surat Salabatpura Police)ધરપકડ કરી છે. આ આરોપી પર મારામારી, હત્યાના પ્રયાસ અને હુમલો કરવાના કેસમાં છેલ્લા છ મહિનાથી આરોપી પોલીસ પકડથી નાસતો ફરતો હતો. આ આરોપીને સલાબતપુરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

GoldenMan of Surat: સુરતના ગોલ્ડન મેન તરીકે ઓળખાતા જાફરની ધરપકડ
GoldenMan of Surat: સુરતના ગોલ્ડન મેન તરીકે ઓળખાતા જાફરની ધરપકડ
author img

By

Published : Apr 19, 2022, 7:18 PM IST

સુરત: શહેરમાં સોનું પહેરી પોતાના વિસ્તારમાં રોફ જમાવનાર અને મારામારીના(Golden Man of Surat) ગુનામાં છેલ્લા 6 માસથી નાસ્તા ફરતા આરોપીને સલાબતપુરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપી સામે ભૂતકાળમાં 9 જેટલા ગુના પણ નોંધાયેલા છે. સલાબતપુરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ( Surat Salabatpura Police)મારામારીના ગુનામાં છેલ્લા 6 માસથી નાસ્તા ફરતા આરોપી સલાબતપુરા વિસ્તારમાં ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ચોકબજાર આઈ.પી.મિશન સ્કુલ પાસે રહેતા 39 વર્ષીય જાફર ઉર્ફે ગોલ્ડન રહીમખાન પઠાણને ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચોઃ Accused Arrested in Morbi: ટંકારામાં વેપારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગનારા 3 આરોપી ઝડપાયા

9 જેટલા ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા - પોલીસે જણાવ્યું હતું કે આરોપી (Fugitive Golden Man caught from Surat)છેલ્લા 6 મહિનાથી નાસ્તો ફરતો હતો. પોલીસે તેને બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. આરોપી સામે ભૂતકાળમાં હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ, મારામારી, જાહેરનામા ભંગના ગુના, જુગાર સહિતના 9 જેટલા ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. હાલ તેની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Property Fraud in Ahmedabad: અસ્તિત્વમાં ના હોય તેવા ફ્લેટના નામે ઠગાઈ આચરતી ગેંગનો એક આરોપી ઝડપાયો, મુખ્ય આરોપી ફરાર

ભાઈ હોય તે પ્રકારનું વર્તન કરતો - ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા ઓપરેશન ક્લીન શરુ કરવામાં આવ્યું છે અને તે અંતગત નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે સલાબતપુરા પોલીસે 39 વર્ષીય જાફર ઉર્ફે ગોલ્ડન રહીમખાન પઠાણને ઝડપી પાડ્યો હતો. વધુમાં જાફર સોનું પહેરી પોતાના વિસ્તારમાં રોફ જમાવતો હતો અને મારામારી કરતો હતો. પોતાના ફોટો વિડીયો પણ સોશયલ મીડિયામાં અપલોડ કરી પોતે મોટો ભાઈ હોય તે પ્રકારનું વર્તન કરતો હતો. જો કે આખરે પોલીસે તેની ધરપકડ કરી જેલભેગો કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.